________________
( ૧૦૮). પંડિત--કાંઈ કામ બંધ કર્યા વગર શી રીતે પૈસે મળે ?
સુરચંદ–કામ શું કરવું ? અને કેવી રીતે કરવું ? તે ઉપાય બતાવો.
પંડિત—તમારા શરીરમાં એક રોગ છે, તે રોગ મટાડયા સિવાય, તમારાથી કાંઈ પણ કામ થઈ શકશે નહીં. '
સુરચંદ–પંડિતજી ! મારા શરીરમાં કાંઈ પણ રેગ દેખાતે નથી. મને ખાવા પીવાનું ભાવે છે, ઉંઘ બહુ આવે છે, અને પડી રહેવાનું મન થાય છે.
પંડિતતમારા શરીરમાં એવી જાતને રેગ છે કે, તે રે ગથી ખાઈ પી શકાય, પણ કામ થઈ શકે નહીં, અને પડી ૨. હેવાનું મન થાય.
સુરચંદ–પંડિતજી ! એ રેગનું નામ શું? અને કેવા ઉ પાયથી મટી જાય ? તે મને કૃપા કરી કહે
છે, - પંડિત-–તે શિગનું નામ આળસ છે. તે રોગ માણસને પાયમાલ કરી નાખે છે. તેને ઉપાય એકજ છે. જે કરવાથી તે રેગ મુળમાંથી નાશ પામી જાય છે.
- સુરચંદ–પંડિતજી ! તે રગને ઉપાય મને બતાવશે તે માટે ઉપકાર થશે.
પંડિત–તે આળસરૂપ રોગને નાશ કરવાને ઉપાય ઉદ્યોગ છે. ઉઘોગથી આળસ નાશ પામી જાય છે. ઉગ એ પુરૂષને ખરેખર
રે રાંક છે. ઉઘોગી માણસ કદિપણ દુખી થતું નથી. ઉઘોગી તે માણસનું શરીર હમેશાં તંદુરસ્ત રહે છે. દરેક માણસે ઉદ્યોગ કે . . . ર જોઈએ. જે માણસ ઉદ્યોગમાં ખંતી છે. તેની આગળ પૈસા * દાસ થઈને રહે છે.