________________
( ર )
આવતી નગરીમાં ચંદ્રકેતુ રાજા હતા. તે ઘણા ધર્મો અને ન્યાયી હતા, તેના રાજ્યમાં ધર્મ અને ન્યાય અને સમાન રીતે શેાલી રહ્યા હતા. કેટલેક વખત રાજ્ય કર્યા પછી, તે રાજાએ દીક્ષા લેવાના વિચાર પણ કર્યા હતા. આવા ઉંચા વિચારા રાજા એક વખતે રાત્રે પેાતાના મેહેલમાં સુતા હતા, ત્યાં દૂરથી એક મધુર અવાજ તેના કાને આવ્યેા. તે સાંભળતાંજ રાજા મેહેલમાંથી નીકળી છુપી રીતે તે અવાજને અનુસારે ચાલ્યેા. નગર માહેર આવતાં એક વડનું ઝાડ આવ્યું, તેની નીચે એક સુંદર સ્ત્રી ગાયન કરતી જોવામાં આવી, તેને જોતાંજ રાજાને મેહ થઈ ગયા, અને તે સ્ત્રીનુ ગાયન સાંભળવામાં તલ્લીન થઇ ગર્ચા, થેાડીવાર પછી તે તે માઇ ગાતી અંધ રહી. એટલે રાજાએ પુછ્યું, કે તમે શા માટે ગાયન બંધ કર્યું ? તે સ્ત્રી બેલી-રાજા ! જે પુરૂષ આ મારા રસને પીએ, અને આ સુગંધી પુલ સુધે,તેનેજ હુ' ગાયન સભળાવું છું' બીજાને સંભળાવતી નથી. રાજાએ તે વાત કબુલ કરી, પછી તે સ્ત્રીએ રાજાને રસ પાચેા, અને સુગંધી પુલ સુધાયું. તરતજ રાજા ઘણા ખુશી થઇ ગયે, અને તે સ્રીમાં આશક થઈ ગયેા. તે આખો રાત તેની પાસે બેસી રહ્યા. સવારે પણ રાજા તેની સાથે ચાલી નીકળ્યા, જ્યાં તે સ્ત્રી જાય, ત્યાં તે પાછળ ભમવા લાગ્યા.
રાજાને તેના કારભારીઓ અને હજુરી માણસે શેાધવા નીકળી પડયા, ફરતાં ફરતાં કેટલેક દિવસે રાજાના પત્તા જગલની અદંર સન્યા. રાજાની નઠારી સ્થિતિ જોઈ કારભારીએ ચિ'તામાં પડયા. પેલી સ્ત્રી ત્યાંથી કાઇ ઠેકાણે છુપાઇ ગઈ. રાજાને ઘણુ સમજાવવા માંડયુ. પણ તે રાજા તે સ્ત્રીને વારવાર યાદ કરવા લાગ્યા. તેવામાં કાઈ જૈન સાધુ ત્યાં આવી ચડયા. તેમણે રાજાને મેષ આપ્યા,