Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
છે. કથાપ્રસંગ પૂર્ણ થાય ત્યાં ઢાલ પૂર્ણ થાય છે. કેટલીક લાંબી કથાઓ બે ત્રણ કે ચાર ઢાલ સુધી પણ વિસ્તરેલ છે.
પધમાં - ઢાલમાં માત્ર કથાનક જ રજૂ થયું છે એવું નથી. વચ્ચે વચ્ચે કથાંતર્ગત પાત્રના સુખ, દુઃખ, વિરહ આદિભાવોને ઉપસાવતાં વર્ણનો પણ સર્જકે પ્રયોજેલ છે. પાત્રનાં વિવિધ પ્રકારનાં વર્તણૂક-વ્યવહારનાં વર્ણનો પણ સર્જકે કર્યા છે. પ્રભવશોર, કુબેરદત્ત, વિધુમાલી, નાગિલા, દુર્ગિલા, ઈત્યાદિ ચરિત્રોને આનાં ઉદાહરણ તરીકે દર્શાવી શકાય. આ વર્ણનો ચરિત્રોનાં ચિત્તના ભાવને તાદશ કરે છે. એ કારણે કથાકૃતિ ભાવપૂર્ણ અને હૃદયસ્પર્શી બની છે. આમ પધમાં પોતીકી રીતે અર્થપૂર્ણ વર્ણનો યશોવિજયે પ્રયોજ્યાં છે.
બોધ-ઉપદેશ માટે બહુધા દુહાબંધ ખપમાં લીધેલ છે. ધર્મનો મહિમા, જે આગલી ઢાળમાં કથામાં નિહિત હોય છે, એ અહીં તારસ્વરે પ્રગટ થાય છે.
ઢાલને દેશીમાં ઢાળેલ છે. ક્યાંય દેશીનું પુનરાવર્તન નથી. તે સમયની પ્રચલિત દેશીઓની પસંદગી યશોવિજયે કરેલી જણાય છે. દેશી વૈવિધ્ય આમ સૂઝપૂર્વકનું છે. આ કૃતિની ગેયતાનું એ સૂચક છે.
ત્રીજા અધિકારની પાંચમી ઢાલમાંની શાંતિ સદા મનમાંઈ’ વસઈ એ દેશીમાં પાસેનાએ કહેલી નુપૂરપંડિતા અને શિયાળની કથાનો પ્રારંભનો ભાગ સમુચિત રીતે નિરૂપાયેલ છે. એ જ રીતે ચોથા અધિકારની ત્રીજી ટાલની બુદ્ધિસિદ્ધિની કથા માટે પસંદ કરેલી દેશી 'બેડલઈ ભાર ઘણો છઈ” એ જ વાર્તા કેમ કરો છો ? પણ અર્થપૂર્ણ જણાય છે. આ દેશીવૈવિધ્યમાંથી યશોવિજજીની તત્કાલીન પ્રચલિત ગીતો તરફની પ્રીતિ-રુચિનો પણ પરિચય મળી રહે છે.
=જ્ઞાનધારા-૧
જ્ઞાનધારા-૧
= ૧૨
૧૨)
જનસાહિત્ય જ્ઞાનસત્ર-1E
ત્ય જ્ઞાનસત્ર-૧)