Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સારશ્ય છે. પશુને ધ્વનિ જેમ અવ્યક્ત છે તેમ મનુષ્યને પણ આરંભમાં તેજ હતું અને બાલ્યાવસ્થામાં હજી પણ તેજ હોય છે. એ અવ્યક્ત ધ્વનિમાંથી વિકાસ પામી મનુષ્યની ભાષા બંધાઈ છે. પશુઓ બૂમ પાડતાં જે અવાજ કરે છે તે કેળવાયાથી ને વિકાસ પામવાથી તેનાં, આદેશસૂચક, અન્તરસૂચક, સંખ્યાસૂચક, પુરુષત્વસૂચક, કે સ્ત્રીત્વસૂચક નામ, દકિ સર્વનામ, કે અવ્યય બન્યાં છે. ભાવસૂચક ધ્વનિ એથી પણ વધારે અગત્યનું છે. એ ધ્વનિ અનેક લાગણીઓ સાથે જોડાયેલ છે અને તેની સાથે અંગચેષ્ટા મળવાથી તે અમુક ક્રિયા કે એક સ્થિતિમાંથી અન્યમાં આવવું એ અર્થ સૂચવે છે. વ્યાકરણમાં આ કામ ક્રિયાપદ કરે છે.
બે દર્શક સર્વનામની વચ્ચે ક્રિયાપદ આવવાથી સાદા વાક્યનું બીજ રેખાય છે. અવાજથી પ્રાણીઓ જાણે નીચે પ્રમાણે વાક્ય બોલતાં ન હોય એવું જણાય છે--
આ (કોટે) એ (શરીરના ભાગને) એ ! (દુઃખ દે છે); એ (રાક) આ (પેટને) આ! (આનન્દ આપે છે).
આમ બોલવાના ને લાગણીના ધ્વનિથી પ્રાણીઓ વાક્ય બનાવી ભાષા વાપરતાં ન હોય એમ જણાય છે. આ સ્થળે દર્શક સર્વનામને બદલે વસ્તુના નામ અને ભાવને બદલે ક્રિયાપદ વાપરીએ એટલે સાદાંમાં સાદાં વાક્ય બને છે.
અનુકરણશબ્દ––વળી પ્રાણીઓના અવાજને અને અચેતન કુદરતના અવાજને અનુસરતા અવાજથી ભાષામાં ઘણું શબ્દ બને છે, તે અનુકરણશબ્દ કહેવાય છે. ફડફડાટ, બડબડ, ચપચપ, ધબધબ, લપલપાટ, વગેરે એવા દાખલા છે.
ઉપસંહાર--આ ઉપરથી સમજાશે કે પ્રાણીના અવાજમાં ભાષાનાં બે અગત્યનાં મૂળ તત્ત્વ જોવામાં આવે છે–૧. એક વનિ