Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ભાષાનું મૂળ વિનિ-–ભાષાનું મૂળ ધ્વનિ–બૂમ છે. પ્રાણિમાત્રમાં તે જોવામાં આવે છે. મનુષ્યમાં અને ઊંચી જાતનાં ઈતર પ્રાણીઓમાં વનિ એક સ્વતન્ત્ર ઉચ્ચાર તરીકે રહે છે. અમુક લાગણી દર્શાવવા તે સ્વાભાવિક રીતે જ નીકળી આવે છે. કેટલાક ભાવને થોડાક વિચાર દર્શાવવા માટે એ વનિ પૂરત છે.
પ્રાણી અને વનિનીચલા પ્રાણીમાં તેમજ ઉપલાં પ્રાણીમાં બાલ્યાવસ્થામાં એકજ જાતને ધ્વનિ નીકળે છે. નવું જન્મેલું બાળક એ એકજ સાદ કાઢે છે. - એકના એક અવાજને જારી રાખવે, તેની પુનરુક્તિ કરવી, તેને ઊંચનીચે કર-આ જુદી જુદી લાગણીઓ દર્શાવવાના આરંભના પ્રયત્ન છે. ઘાંટામાં ફેરફાર કરવાથી ઉચ્ચારસ્થાન કેળવાય છે. આ પ્રમાણે હર્ષ કે શેકના પ્રકાર, તૃષ્ણા, ભય, આરોગ્ય, રેગ, સુધા, તૃષા, ગરમીના ઓછાવત્તા અંશ—એ બધું અવાજથી દર્શાવી શકાય છે.
આપણે જોઈએ છીએ કે કુતરા પિતાના અવાજથી લાગણી સ્પષ્ટ રીતે બતાવી શકે છે. તે પોતાના મિત્રને શત્રુથી કે અજાણ્યાથી ઓળખી કાઢે છે ને એ જ્ઞાન શબ્દથી સૂચવે છે. તે મિત્ર પ્રત્યે આવકારના ધ્વનિ અને શત્રુ પ્રત્યે ત્રાસ અને ભયના ધ્વનિ કરે છે તે સ્પષ્ટ સમજી શકાય છે. તે આપણને ચેતવે છે, બહાર જવાની ઈચ્છા દર્શાવે છે, અને આપણે ઉપકાર માને છે. એ રીતે તે ઘણી લાગણીઓ ધ્વનિમાત્રથી કે ચેષ્ટા સાથે ધ્વનિથી ખુલ્લી કરે છે. પિતાની પાસે શંકાપડતો માણસ આવે છે તે ઊંઘમાં પણ ભસે છે.
વનિ અને કેવળપ્રયેગી અવ્યય—–ઘણી ભાષામાં કેવળપ્રયાગી અવ્યય સામાન્ય છે–Ah! Oh! Eh!—આ! ! એ! હર્ષ, શોક, ભય, ઈચ્છા, શંકા–એવી લાગણીઓથી એ અવ્યય ઉત્પન્ન થયાં છે અને એ લાગણી દર્શાવવા હજી પણ પૂરતાં છે.