Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
ભાષાઃ ઉત્પત્તિ અને વિકાસ થશે એમ એ વિદ્વાનોનું માનવું છે. પછી એકજ વસ્તુ કે વિચાર દર્શાવવા એકજ શબ્દ વાપરી તેઓ પોતાના વિચાર પરસ્પર સમજાવતા ગયા. જંગલી લેકેની વાણી અવ્યાકૃત–સ્પષ્ટતા અને વિકાસ વગરની-અને અપૂર્ણ જ હોય છે, તેથી તેમને ચેષ્ટાની મદદ લેવી પડે છે અને તેમ કરે છે ત્યારે તેઓ એક બીજાને પિતાને ભાવ સમજાવી શકે છે.
વાણીની દિવ્યતા–વાણીની મહત્તા અને આવશ્યકતાને લીધેજ જુદી જુદી પ્રજાએ વાણીને દિવ્ય માને છે. શબ્દબ્રહ્મના પ્રકાશ વગર જગતમાં સર્વત્ર અજ્ઞાનરૂપી અંધકાર પ્રસરત એમ દંડી કવિ વર્ણવે છે.
શબ્દના પ્રકાર–શબ્દના બે પ્રકાર છે, ધ્વનિમય અને વર્ણમય. પશુઓને શબ્દ ધ્વનિમય અને આપણે વર્ણમય છે. કુતરા, બિલાડા, ઘોડા, બળદ, ઘેટાં, દેડકા, કાચબા, અને કાગડાના બોલવામાં સ્વરે, શુદ્ધ અને સંકીર્ણ, હસ્વ કે દીર્ધ, અનુનાસિક કે અનનુનાસિક, ઓળખી શકાય છે. એમના શબ્દોમાંથી બધા સ્વરે એકઠા કરી શકાય છે. વળી પ્રાણીઓના શબ્દોમાં કેટલાક સુસવાટને ધુજારાના અવાજ ઘણું સામાન્ય છે. ખરાં વ્યંજન, એટલે અન્તઃસ્થ સિવાય બધાં વ્યંજન,બાતલ કરતાં તમામ વર્ણ પ્રાણીના અવાજમાં જોવામાં આવે છે.
પ્રાણી અને વ્યંજનના ઉચ્ચાર–એકલા મનુષ્યજ વ્યજનને ઉચ્ચાર કરી શકે છે. કેઈ કહેશે કે ઘણાં પ્રાણીઓ અને પક્ષીઓના ઉચ્ચારમાં વ્યંજન જેવામાં આવે છે. કાગડાઓ કાકા કરે છે અને ઘેટાં બેં કરે છે. આ ઉચ્ચારમાં વ્યંજન છે એમ લાગે છે, પરંતુ એ ઉચ્ચારમાં વ્યંજન નથી. કાગડા કાકા નથી કરતા અને ઘેટાં બેબે નથી કરતાં. પરંતુ એ વ્યંજનને મળતા વર્ણ તેઓ ઉચ્ચારે છે. તેઓ વ્યક્ત ધ્વનિને એટલે વર્ણને મળતે અવાજ કરે છે, પરંતુ વર્ણને ઉચ્ચાર કરી શકતાં નથી એમ કેટલાક ભાષાશાસ્ત્રીઓનું માનવું છે.