Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
પ્રકરણ ૧લું ભાષા: ઉત્પત્તિ અને વિકાસ વ્યક્ત ભાષા--વ્યક્ત ભાષા બોલવાની શક્તિ એ મનુષ્યત્વનું એક ખાસ લક્ષણ છે. ઈતર પ્રાણીઓ પોતાની લાગણી અનેક પ્રકારના અવાજથી દર્શાવી શકે છે, પરંતુ એ અવાજ મનુષ્યના શબ્દ જે સ્પષ્ટ નથી.
ભાષાની ઉત્પત્તિ અને વિકાસ--કળી ન શકાય એવી દરેક ગૂઢ બાબતને દિવ્ય માનવાને પ્રચાર પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે. જેમ જેમ કેળવણીની વૃદ્ધિ થાય છે તેમ તેમ એવી ઘણી ગૂઢ જણાતી બાબતનાં કારણ સમજાય છે એટલે તે દિવ્ય ગણાતી બંધ થાય છે. આ નિયમને અનુસારે, ભાષાની ઉત્પત્તિને પ્રાચીન પ્રજાઓ દિવ્ય માનતી; પરંતુ કાલમે, જેમ બધી વસ્તુઓમાં કાર્યકારણભાવને સંબંધ છે તેમ ભાષાની ઉત્પત્તિમાં પણ છે એમ સમજાવા માંડ્યું. મનુષ્યના મનમાં પ્રથમ વિચાર ઉત્પન્ન થયા–જે જે પદાર્થ તેના લેવામાં આવ્યા તે તે પદાર્થના સંસ્કાર તેના મન પર પડ્યા–અને તે વિચાર પછી ભાષા દ્વારા બહાર નીકળ્યા. ઉકાન્તિવાદના સિદ્ધાન્ત પ્રમાણે જેમ જંગલી પ્રાણીની અવસ્થામાંથી ક્રમે ક્રમે સુધરી મનુષ્ય હાલની સ્થિતિએ પહોંચ્યો, તેમ તેને ધ્વનિ પ્રથમ ગુંચવણભરેલું હતું તે ધીમે ધીમે સુધરે ગયે. મનુષ્યના શરીરના બંધારણમાંજ ભાષાનું બીજ રહેલું છે એમ સમજીએ તે આપણે કબૂલ કરવું જ પડશે કે જેમ જેમ તેની મગજશક્તિ અને ઉચ્ચારના અવયને વિકાસ થતો ગયો તેમ તેમ તેની ભાષામાં સુધારે થત ગયે. આ પ્રમાણે જેમ જેમ નીચ પ્રાણમાંથી ક્રમે ક્રમે વિકાસ