Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
18
• પ્રસ્તાવના ૦
જણાવી છે - (૧) પ્રયોગ પરિણત, (૨) મિશ્ર પરિણત, (૩) વિગ્નસા પરિણત. (પૃ.૧૩૧૧)
આ જ વિસ્રસાજન્ય ઉત્પાદને બે પ્રકારમાં વહેંચ્યો છે.(૧) સમુદયકૃત (૨) ઐકત્વિક... (જુઓ - ૯/૨૦-૨૧-૨૨, પૃ.૧૩૧૪ થી ૧૩૩૫)
જીવાદિ દ્રવ્યોમાં જે ઉત્પાદાદિ ત્રિપદી છે તેમાં જીવ અને પુદ્ગલની ત્રિપદી સ્વપર્યાયથી તથા પરપર્યાયથી બન્ને રીતે છે. જ્યારે ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્યમાં માત્ર પરપર્યાયનિમિત્તક ઉત્પાદાદિ થાય છે - તે વાત જણાવી છે. (પૃ.૧૩૩૭-૧૩૩૮) આ પદાર્થમાં દિગંબરમતના આચાર્ય અકલંકસ્વામીજીનો મત ધ્યાન ખેંચે તેવો છે. (પૃ.૧૩૩-૧૩૪૦) ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં પણ અગુરુલઘુગુણની પદ્ગણહાનિ-વૃદ્ધિની અપેક્ષાએ સ્વપર્યાયનિમિત્તક પણ ઉત્પાદાદિ ઘટી શકે છે. આ વિષયમાં પૂ. દેવચંદ્રજી મ.નો પણ મત ધ્યાનથી વાંચવા જેવો છે. (જુઓ – પૃ.૧૩૪૧)
ઉત્પાદની જેમ વ્યય અને ધ્રૌવ્યના પણ પ્રકારોનું વર્ણન ૯ મી ઢાળની અંતિમ ગાથાઓમાં છે.
૧૦મી ઢાળમાં કાળ સિવાયના પાંચેય દ્રવ્યો અસ્તિકાયસ્વરૂપે છે. અસ્તિકાય શબ્દનો અર્થ સાવયવત્વ અને બહુપ્રદેશીત્વ છે. ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલ સાવયવી દ્રવ્ય છે અને બહુપ્રદેશી પણ છે.
જીવમાં તો અસંખ્યાત પ્રદેશ છે. પુદ્ગલસ્કંધ વગેરે પણ સાવયવી અને બહુપ્રદેશી પણ છે. પરમાણુ અવિભાજ્ય અંશસ્વરૂપે છે. તેમાં સાવયવત્વ સ્વયં નથી પણ પરમાણુ જ્યારે સ્કંધસ્વરૂપે બને છે ત્યારે કાયત્વની વ્યાખ્યામાં આવી જાય છે. માટે પરમાણુ પણ સાવયવી બને છે. પરમાણુ એકપ્રદેશી છે છતાં ઘણાં ભેગા થઈને તેઓ બહુપ્રદેશી બની શકે છે. તે અપેક્ષાથી તે અસ્તિકાયસ્વરૂપે મનાય છે. દ્રવ્યાલંકારમાં પૂ. રામચંદ્રસૂરિજી મ. અને પૂ. ગુણચંદ્રસૂરિજી મ. જણાવે છે કે સ્પર્શ-રસ-ગંધ -વર્ણ વગેરે પરમાણુના ભાવાંશો છે. તેની અપેક્ષાએ પરમાણુ કાયપણાના વ્યવહારને પ્રાપ્ત કરે છે. (જુઓ – પૃ.૧૪૦૯)
ધર્મ, અધર્મ, આકાશ જો કે અખંડ દ્રવ્ય છે. છતાં ક્ષેત્રની અપેક્ષાથી ધર્મ, અધર્મ લોકવ્યાપી છે અને આકાશ લોકાલોકવ્યાપી છે. તેથી ક્ષેત્ર અપેક્ષાથી સાવયવત્વ તથા બહુપ્રદેશીત્વ મનાશે. તેથી તેમાં પણ કાય7નો વ્યવહાર થશે.
માત્ર કાળમાં અસ્તિકાયત નથી. ભગવતીસૂત્રમાં ભગવાનને પૂછાયું કે “હે ભગવંત ! અદ્ધા સમય કેટલા અદ્ધા સમયથી સ્પર્શાવેલ છે? હે ગૌતમ ! એક પણ અદ્ધા સમયથી એક પણ અદ્ધાસમય સ્પર્ધાયેલ નથી.” (પૃ.૧૪૦૫) તથા પ્રજ્ઞાપનાસૂત્રમાં પણ મલયગિરિસૂરિજી મહારાજ જણાવે છે કે “એક જ વર્તમાન સમય પરમાર્થસત્ છે. અતીત સમયો કે અનાગત સમયો પરમાર્થસત્ નથી. તેથી કાળદ્રવ્યમાં પ્રદેશસમૂહ ન હોવાથી અસ્તિકાયત્વ નથી.” (પૃ.૧૪૦૬)
નિશ્ચયકાળ - એક સમયનો જ છે.
વ્યાવહારિક કાળ - આવલિકા, મુહૂર્ત વગેરે અનેક ભેદરૂપે છે. જે લોકવ્યવહારમાં પ્રચલિત છે. | નિશ્ચયનયથી છ એ દ્રવ્યો સક્રિય છે. જ્યારે વ્યવહારનયથી જીવ-પુગલ બે જ દ્રવ્યો સક્રિય છે. (પૃ.૧૪૦૯-૧૪૧૦)