________________
૧૭
પ્રગટે છે, તે આ સાધનાનું હાર્દ છે. આત્માના અનંત ગુણેને મહિમા સમજાય છે અને તે પ્રત્યેની સન્મુખતા દઢ થતી રહે છે.
આ સ્વાધ્યાયમાં ધ્યાનમાં કેટલાંક રહયે ઉદાહરણ સહિત પ્રસ્તુત કર્યા છે જેથી તે સરળ૫ણે ગ્રહણ થઈ શકશે.
ધ્યાનના આવા પરમ રહસ્યને પામીને સૌ સાધકે પ્રભુકૃપાએ કૃતાર્થ બને, આ માર્ગમાં પ્રવેશ પામી સૌનાં જીવન ધન્ય બને, એ ભાવના અખંડપણે વર્તો. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે,
–શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય ૯: દૈનિક દયાનને ઉપમ યાનમાગની વિવિધ સ્તરેએ વિચારણા કર્યા પછી જે તે માર્ગમાં પ્રયાણ ન કરીએ તો તે એક શુષ્ક અભ્યાસ થઈ પડે. સામાન્ય સાધકોને આ સ્વાધ્યાયના અભ્યાસ પછી સાધનાક્રમને આરંભ સરળતાથી થઈ શકે તે માટે આ સ્વાધ્યાયમાં કેટલાક ઉપગી દૈનિક ઉપક્રમ આપવામાં આવ્યો છે, તેમાં કક્ષા પ્રમાણેના પ્રકારો દર્શાવ્યા છે.
સંભવ છે કે વિસ્તૃત ઉપક્રમ પ્રારંભમાં અઘરે લાગે. પરંતુ આ માર્ગની સૂક્ષ્મતા અને ગંભીરતા જ એવી છે કે થોડી વિકટતા લાગવાની, પણ અભ્યાસ વડે તે ઓછી થશે. વળી સાધકજીવનને આગળ વધારવા કેટલાક નિયમો અને દૈનિકજીવનના ફેરફાર પણ સૂચવ્યા છે, તે જોઈને પ્રારંભમાં બળહીન ન થવું પરંતુ તે સૂચિ અને નિયમોનું બે-પાંચ વાર, (મારે માટે શ્રેયસ્કર છે તેમ નિર્ધાર કરીને) અવલોકન કરવું અને પછી તેમાંથી કેટલાક ક્રમ નક્કી કરી લે.”
આ ઉપક્રમ કંઈ એક-બે દિવસ કે માસમાં પૂરો કરવાની ઉતાવળ ન કરવી. તેમાંના એકાદ ક્રમમાં સ્વસ્થતાપૂર્વક બે-પાંચ દિવસ જાય તો પણ તે કંઈ ને કંઈ ઉપયોગી થશે, કારણ કે તેમ થવું સાધનાની ગણનાને પાત્ર છે. જેમ જેમ અમુક ક્રમ સાથે થતો જાય તેમ તેમ આનંદ અને ઉલ્લાસપૂર્વક આગળ વધવું. અમુક ક્રમ થયા પછી ચિત્તની સ્થિરતા અને શાંતિને અનુભવ અવશ્ય થશે. તેમાં વળી જ્ઞાની-અનુભવીને વેગ થતાં સેનાનું ઘડતર થવા જેવું થશે અને સ્વાનુભવનો આનંદ મળશે. માટે ખૂબ ધીરજપૂર્વક મક્કમતાથી આ ઉપક્રમનું સેવન કરવું.
આ સ્વાધ્યાયમાં આપેલા જીવનશુદ્ધિને કે પરિવર્તનના નિયમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org