________________
ધર્મ-શ્રદ્ધા
પ્રશ્ન ધર્મ પ્રત્યે આજે આટલી બેદરકારી શાથી છે?'
ઉત્તર ધર્મ પ્રત્યેની અત્યારની બેદરકારીના કારણે અનેક છે. જડવાદની વૃદ્ધિ અને એને પોષતું જ શિક્ષણ પ્રચાર પામવાથી આવી કેળવણી પામેલા ઘણાઓની. ધર્મશ્રદ્ધા પડી ભાંગી છે. વિલાસપ્રિયતા વધવાના કારણે સંયમના માર્ગો સાથે વર્તમાનના જીવેને ફાવટ આવતી નથી. ધર્મ એ આરેહણ અને સંયમને માર્ગ છે, તેથી અઘરે છે જડવાદના અંગે પ્રદિપ્ત થયેલી બાહ્યા અહંતા પણ ધર્મ પ્રત્યેનાં રીસામણાનું કારણ છે. અહંતાના
ગે કેટલાકે એમ માને છે કે – માનવું એટલે પાળવું અને જે પાળવું નહિ તે માનવું નહિ માન્યા પછી નહિ પાળવામાં અહંતા ઘવાય છે. એ કારણે સ્વયં સ્વીકારેલી અહંતાને જાળવી રાખવા માટે પણ ધર્મ પ્રત્યે આંખમીંચામણ કરવામાં આવે છે.
વસ્તુતઃ માનવું અને પાળવું, એ બે એક વસ્તુ નથી, માનવું એટલે પાળવાની હાર્દિક ભાવના રાખવી. પાળવું એટલે તે અખલિત જીવન ગાળવું. પણ એ તે માનવીનું અભિલષિત છે, લક્ષ્ય છે. સત્યને, દયાને કે શીલને સંપૂર્ણ ન પાળી શકીએ, ત્યાં સુધી તેને માનવા, પૂજવા અને વદવાને પણ શું માનવીને અધિકાર નથી ? અવશ્ય છે.
ધર્મની મુખ્ય પ્રવૃત્તિ મનુષ્યના વિકારેને મર્યાદિત કરવા પ્રત્યે છે. ધર્મમાં મર્યાદાના ગીત ગાન છે, પણ સ્વચ્છંદતાને