Book Title: Dharm Sangraha Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 14
________________ રક ક ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ના સંકલનની વેળાએ પ્રાસ્તાવિક જ જ અનાદિ અનંતકાળથી ભવાટવીમાં ભ્રમણ કરતા જીવ માત્રની ઝંખના સુખ છે, પરંતુ જીવની કરુણ સ્થિતિ એ છે કે સાચું સુખ મળે ક્યાં તેની ખબર નથી માટે જ પરિભ્રમણ ચાલુ છે. પુણ્યસંયોગે આર્યદેશ-આર્યકુળમાં જન્મ પામતા ધર્મથી સુખ મળે છે. ધર્મ જીવનમાં કરવા જેવો છે વગેરે શબ્દો કાને અથડાતા. પરંતુ ખરેખર ધર્મ એટલે શું ? ધર્મ કોને કહેવાય ? What is the religion. જીવની જિજ્ઞાસાને કારણે થોડી થોડી સમજ આવતી ગઈ. ધર્મનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. ત્રણ લોકમાં પ્રતિષ્ઠિત ધર્મ છે. “ધૂ” ધારણ કરવું. ધાતુ પરથી બનેલ ધર્મ શબ્દની વ્યુત્પત્તિ અર્થ શાસ્ત્રમાં – ધારણ કરે તે ધર્મ અર્થાત્ દુર્ગતિમાં પતિત એવા આત્માને ધારણ કરી સદ્ગતિમાં સ્થાપન કરનાર ધર્મ' કરેલ છે. ભવોદધિતારક તીર્થકરે સ્થાપેલ ધર્મ. બે પ્રકારનો :- ૧. સાધુધર્મ, ૨. શ્રાવકધર્મ. પરંતુ વ્યક્તિભેદ, ભૂમિકા ભેદે, સંયોગભેદે - ધર્મના અનેક પ્રકારો થાય છે. નિગોદથી નિર્વાણ - અવ્યવહાર રાશિથી વ્યવહારરાશિમાં આવી, ચૌદ ગુણસ્થાનકના ક્રમારોહ સ્વરૂપે ચેતન એવા આત્માની આત્મકથાના નિરૂપણ દ્વારા સાંગોપાંગ મોક્ષમાર્ગનું કથન જે જૈનદર્શનમાં છે તેવું અન્ય દર્શનમાં ક્યાંય નથી. તીર્થકરે અર્થની દેશના આપી અને ગણધરે જિનવચનને સૂત્રાત્મક રીતે દ્વાદશાંગીની રચના કરી આત્માના સાચા સુખને બતાવનાર અનુપમ શ્રુતજ્ઞાનની ભેટ ધરી. આ અમૂલ્ય અનુપમ શ્રુતવારસોને પ્રાચીન મહર્ષિઓ, વિશિષ્ટ-હ્યુતધર – પૂર્વધરો – આપણા પૂર્વજોએ આપણા સુધી પહોંચાડી વર્તમાન પેઢી પર અનન્ય ઉપકાર કર્યો છે. પૂજ્ય જગદ્ગુરુ હીરસૂરિ મ.સા.ની પાંચમી પાટને શોભાવનાર શ્રી માનવિજયજી કૃત પ્રસ્તુત ગ્રંથ ધર્મસંગ્રહ. “મૈત્યાદિ ભાવોથી સંમિશ્ર અવિરુદ્ધ એવા વચનથી યથોદિત એવું જે અનુષ્ઠાન તે ધર્મ છે.” ગ્રંથકારશ્રીએ વ્યવહારનયથી ધર્મનું લક્ષણ કરી ચરમાવર્ત યથાપ્રવૃત્તિકરણ પામેલ ભવ્યજીવે મોક્ષની મંઝિલ-મોક્ષમાર્ગ દ્વારા કઈ રીતે પ્રાપ્ત કરવી અર્થાત્ ક્રમસર કઈ ભૂમિકા પ્રાપ્ત કરી સિદ્ધિ હાંસલ કરવી તેના નિરૂપણ માટે ગ્રંથકારશ્રીએ ચરમાવર્ત ધર્મયૌવનકાલ, આદિધાર્મિક, અપુનબંધક, મૈત્યાદિ દૃષ્ટિ, સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ, પ્રમત્ત ગુણસ્થાનક, અપ્રમત્તગુણસ્થાનક સુધીના ક્રમારોહને આવરી લીધેલ છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મના વિભાગીકરણથી શ્રાવકધર્મ દ્વારા અને સાપેક્ષ યતિધર્મ - નિરપેક્ષ યતિધર્મ દ્વારા સાધુધર્મનું નિરૂપણ પ્રસ્તુત ગ્રંથમાં કરેલ છે. મૂળ ગાથા-૧૫૯ અને ઉદ્ધરણ સહિત ૧૪,૯૦૨ શ્લોક પ્રમાણ હોવાથી ગ્રંથકારશ્રીએ કૃતિનું નામ “ધર્મસંગ્રહ રાખેલ છે. - જિનવચનમાં અડગ શ્રદ્ધા ધરાવનાર સાધુધર્મનું પરિભાવન કરનાર નિઃસ્પૃહી બારવ્રતધારી સુશ્રાવક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ પોતાની આગવી સુંદર શૈલીથી તે તે ભૂમિકાના ભાવોને ખોલીને ધર્મનો મર્મ સમજાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 276