________________
ખંડ - ૧: ઢાળ - ૪
ધર્મરૂચિ મુની પાસથી, લહે જ્ઞાન વિચાર; સરખી સહેલી સાથશું, ધરે શીલ આચાર. વિ./૨l. પતિનજરે સતીયો કરે, સોળે શણગાર; પિતૃ ઘરે મોટો ભલો, શીલાલંકાર. વિ.//રી દૈવતમંત્ર એ નારીને, દેવવંછિત સાધે; કષ્ટ વિનાશે આ ભવે, જગ શોભા વાધે. વિ./૨૮ અરિ કેશરી નૃ૫ ગહિની, રાણી ચંપકમાળા, શીયલ સુધારસ સિંચત, શમી પાવકજ્વાળા. વિ./૨લા ધમિલરાસે ઢાળ એ, ચોથી ઉપદેશી,
વીર કહે વેશ્યાવરે, હવે વાત બની શી. વિ. ૩૦ ભાવાર્થ :
આ બાજુ વેશ્યાના ભવનમાં ચતુર એવા ચિત્રકારે ચાતુરીપર્વક ચિત્રશાળાનું ચિત્રામણ કરેલું છે કે જેને જોતાં જ પુરુષનું ચિત્ત ચકિત થાય છે અને વિચારે છે કે શું સ્ત્રીઓની કળા છે? લો અને વેશ્યાના મીઠા આવકારથી તો વનમાં રહેલ વિકસિત સુગંધિત એવાં ફૂલોમાં જેમ ભમરો લપટાય છે, તેમ વિનયવાળાં એવાં સ્ત્રીનાં વચનોની અંદર તે કુંવર વીંધાણો. રા.
સુંદર લીલાવાળીની લીલાના લટકામાં, વચ્ચે વચ્ચે આકાશમાં ચમકતી વીજળી જેવી દંતપંક્તિ (સુંદર દાંતની શ્રેણી) જોઈને કુંવર આનંદિત થયો. અને વિચારે છે. તેવા તેણીની લાંબી વેણી જોઈને જ સર્પ જાણે ભૂમિમાં પેસી ન ગયો હોય ! અને કેડનો લહેકો જોઈને કેસરી સિંહ તો જાણે વનમાં જઈને બેસી ગયો ન હોય ! I/૪
વળી તેણીના હાથ-પગની કોમળતા જોઈને, કમળ તો જાણે જળમાં જ પેસી ગયું? રંભા તો લઘુતા પામીને ઊંચે ચાલી ગઈ અને દેવતાઓ જાણે અનિમેષ નયનવાળાં થયા છે. /પા સૈન્યમાં મુખ્ય ગજરાજ, તે રાજદરબારની શોભારૂપ છે, તેની અંદર પણ એક નબળું લક્ષણ છે કે પોતાનાં માથા ઉપર છાર-રાખ નાંખે છે. (હાથીના મસ્તકે રખ્યા (રાખ) લગાવવામાં આવે છે. તેથી આવી ઉપમા આપી છે.) આમ શા માટે હશે? IIી કુંવર કલ્પના કરે છે કે હા સમજાયું આણે તેના દાંતનો (હાથીદાંતનો) ચૂડો કર્યો. મસ્તકમાંથી નીકળતાં મોતીઓ, જેનો હાર બનાવ્યો. અને તેની ચાલ હતી તે પણ આ નારીએ હરી લીધી. તે દુઃખ મનમાં લાવીને જ જાણે હાથી મસ્તકે કારને ધારણ ન કરતો હોય. Iણી
આ પ્રમાણે જ્યારે શણગાર સજી વિનોદપૂર્વક વાતને કરે છે. ત્યારે સર્વ ધાતુઓમાં = (સાતે સાત ધાતુમાં) શરીરમાં જાણે વશીકરણ મંત્ર, પ્રવેશતી ન હોય તેવું લાગતું હતું. (અર્થાત્ કુંવર તેને વશ
થઈ ગયો.) IIટા આ રીતે તેણીના હાવભાવ દેખીને કુંવર મોહિત થયો. પોતાના ઘરબાર વગેરે ભૂલી . જઈને હંમેશાં નવાનવા શણગાર સજીને પાંચ ઇન્દ્રિયનાં સુખ ભોગવવા લાગ્યો. II