________________
પત્રસુધા હતી, પણ તે ધર્માત્મા માતુશ્રી પૈસા વધારે કમાવા ખાતર મારા વિચાર બદલવાની હઠ કરે તેમ હતું જ નહીં. તેથી મારે કશાથી ડરવાનું નથી, એમ હું જાણતો હતો. મરતી વખતે પણ તે માતાએ પૈસાની અગત્ય નથી સ્વીકારી. મને આશીર્વાદ આપતાં, મને ભગવાન પૈસાદાર કરે એવું નથી કહ્યું, અને મારે આ જિંદગીમાં જે જોઈએ છે તેની જ આશિષ તે પણ આપી ગઈ છે કે “ભગવાન તારું કલ્યાણ કરશે.” એ માતાની સેવાનું ફળ આપવાની ભગવાનની ઈચ્છા હોય તેમ મારા મનમાં તે આશિષ ફળે તેવા પ્રયત્ન કરવા જ વારંવાર વિચાર આવ્યા કરે છે. મનુષ્યભવ ફરી ફરી મળી શકે એમ નથી. પરમાર્થ સાધવાની બાજી ઢરપશુને અવતાર આવશે ત્યારે હાથમાં રહેવાની નથી. પૈસા ગમે તેટલા કમાયા હોઈએ છતાં તે પડી મૂકીને બધા જાય છે તેમ જવું પડશે, તે જે આત્માના કલ્યાણની બાબત હોય તે જ આ ભવમાં કમાઈ લેવી જોઈએ.
આમ આ જિંદગીનું આજ સુધીનું પરોપકાર તરીકે ગણાતું કામ, કંઈક વૈરાગ્ય અને ત્યાગના બળથી આ જીવ કરવા પ્રેરાયેલે પણ પરેપકાર કે આત્મહિતનું કામ એ દાદરનાં પગથિયાં જેવું હોય છે તેની તે વખતે ખબર નહીં અને વિસ વરસ સુધી તે કામ (સાયટીનું કામ) કરવાની ગોઠવણ જેમણે કરેલી તે, તે કાળે બરાબર લાગેલી. પણ હવે દશ વર્ષના અનુભવ પછી તે ગોઠવણ મારે માટે ભૂલભરેલી મને જણાય છે. એટલે કે ઈ માણસ ઘડા ઉપર બેસીને સ્ટેશન આગળ પુલ સુધી આવે અને ઉપર દાદર ચઢીને રેલવેને પુલ ઓળંગી ગાડીએ બેસવા ધારતું હોય તેનાથી જેમ ઘેડે લઈને પુલ ઉપર ન ચઢાય તેથી ઘેડેથી ઊતરવું પડે છે એટલે ઘડાનું કામ પૂરું થતાં ઘોડે છેડી દે પડે છે, તેમ કંઈક ત્યાગની જરૂર પડતાં ત્યાગ કરીને આગળ વધવાનું આજ સુધી બન્યું છે. આમાં ઘેડ એ તે કુટુંબના કામની ચિંતા છે, તે ચિતા સેસાયટીની ચિંતા શરૂ થતાં છેડી દીધી હતી; જોકે પૂરેપૂરી છૂટેલી નહીં, પણ તે વધી તે શકી નથી. જે વધી હોય તે ઘરમાં કેટલું ઉત્પન્ન આવે છે, કેટલી સાથે આવે છે, શું ખર્ચ થાય છે અને શું બચે છે વગેરે જેવાને પણ કેઈક દિવસ વિચાર થાત, પણ તમારા વારંવાર કહેવા છતાં તેવી બાબતની તપાસ એક દિવસ પણ મેં કરી નથી અને હજી પણ પાડોશમાં રહેનાર ઘરની માલમિલકત કેટલી હશે તે જેટલું જાણતા હોય તેના કરતાં હું ઓછું જાણું છું અને તે જાણવાની દરકાર હજી પણ નથી રહેતી.
ત્રીજી અને એથી વાત છેડી કહી ગયે. હવે બીજી વાત છેડી કહી લઉં. આ બબુના જન્મ પહેલાં તેને મોટે ભાઈ વિઠ્ઠલ મરી ગયો, તેની વાત ઉપરથી તે સમજશે. તેને ત્રણ વર્ષ જેટલા ટૂંકા જીવન દરમિયાન મને ઉપર જણાવેલી વૈરાગ્યની ભાવનાઓએ સંસાર છોડી નાસી જવા જેવો પ્રયત્ન કરવા પ્રેરેલે. એક વખત રાત્રે ત્રણ વાગ્યે બાંધણથી લેટે લઈને કેઈને કહ્યા વિના નીકળી પડેલે, તે એવા વિચારથી કે ચાલતાં ચાલતાં કોઈ જંગલ આવે તો તેમાં સંતાઈ રહેવું અને ઉત્તમ જીવન માટે તૈયાર થવું. પણ બે કલાક સીમમાં આડાઅવળી નડિયાદ ભણીના કાંસે ફરતાં ફરતાં સવાર થવા આવ્યું ત્યારે ઘુંટેલીની ભાગળ આવી, એટલે લાગ્યું કે હજી તે હું બાંધણીની પાસે જ છે અને કેઈ મારે માટે