________________
સજનપૂર્વક સંપાદન કરવામાં, ભાષા અને ભાવ બનેની જાળવણી કરવાની ભાવના હતી, પરંતુ મારાથી તેમ બની શક્યું નહિ, એટલે આ ગ્રન્થના પહેલા ભાગની જેમ આ બીજા ભાગનાં વ્યાખ્યાનેને પણ, પૂ. ગુરૂદેવશ્રીના ભાવને ગ્રહણ કરીને તેને મેં મારી ભાષાપદ્ધતિએ રજૂ કરવાને પ્રયત્ન કર્યો છે. આમ કરવામાં, જે કાંઈ પણ ક્ષતિ રહી જવા પામી હેય, તે મારી ઉણપોને આભારી છે અને આમાં જે કાંઈ પણ સારું છે, તે પૂ. ગુરૂદેવશ્રીને તેમ જ પૂ. મુનિરાજ શ્રી વિક્રમવિજયજી મહારાજને આભારી છે.
આ કાર્યમાં પૂ. ઉપાધ્યાયજી શ્રી જયન્તવિજયજી ગણિવર, પૂ. મુનિરાજ શ્રી ભાસ્કરવિજયજી મહારાજ અને પૂ. મુનિરાજ શ્રી નેમવિજયજી મહારાજ આદિએ પણ મને સહાયક બનવાની જે મમતા દર્શાવી છે, તેની પવિત્ર યાદને અહીં શબ્દદેહ આપવામાં હું ગૌરવ અનુભવું છું.
સાજન કરીને સંપાદન કરતાં, ભગવાન શ્રી જિનેધરદેવેની આજ્ઞાથી વિરૂદ્ધ જે કઈ પણ વચન આમાં અનુપયેગાદિથી આવી જવા પામ્યું હોય અગર તે મુદ્રણમાં દષ્ટિદેષાદિથી કે ટાઈપ તૂટી જવા વિગેરેથી જે કઈ ભૂલો રહી કે થઈ જવા પામી હોય, તો તે બદલ મિચ્છા મિ દુક્કડં જાહેર કરવા સાથે, વિવેકી વિદ્વાનોને તે સુધારી લેવાની અને મને સૂચવીને ઉપકૃત કરવાની વિનંતિ