________________
૪]
| યોગસાર-પ્રવચન : ૧-૨ શ્રી કુંદકુંદસ્વામી પણ સમયસારના મંગલાચરણમાં વંત્તિ સંવ સિદ્ધ...એમ કહીને સિદ્ધભગવંતને નમસ્કાર કરતાં કહે છે કે, અહ, આત્માના ઈષ્ટ–ધ્યેયરૂપ એવા સર્વે સિદ્ધોને હું મારા તેમજ શ્રોતાઓના આત્મામાં બેલાવું છું, શ્રદ્ધા જ્ઞાનમાં લઈને આદર કરું છું. હે શ્રોતા ! તું પણ તારા આત્મામાં સિદ્ધપણું સ્થાપીને સાંભળજે... બીજી વાત વચ્ચે લાવીશ નહીં.
ઉપર સિદ્ધાલયમાં અનંતા સિદ્ધો વિરાજે છે. અનાદિથી જીવો મુક્ત થયા કરે છે; દર છમાસ-આઠસમયમાં ૬૦૮ છે સંસારમાંથી મુક્ત થઈને સિદ્ધપદ પામે છે– એમ સર્વજ્ઞભગવાને જોયું છે. “પ્રસીદ વિશુદ્ધ સુસિદ્ધ સમૂહ” ( –વિશુદ્ધ સિદ્ધભગવંતેને સમૂહ પ્રસન્ન હj એમ તુતિમાં આવે છે. સિદ્ધશિલા ઉપર સિધ્ધનું મોટું નગર ભરણું છે, અનંતા સિદ્ધોની ત્યાં વસ્તી છે, ત્યાં બધાય પરમાત્મા જ બિરાજે છે; અનંત....અનંત સિદ્ધભગવંતેને સમૂહ...છતાં સૌ પોતપોતાના સ્વરૂપમાં બિરાજે છે, દરેકની સત્તા જુદી છે; સિદ્ધનગરીમાં વિરાજતા તે સર્વે સિદ્ધોને જ્ઞાનબળે હું મારા આત્મામાં સ્થાપું છું.
હે ભગવાન! પધારો...પધારો.અહીં મારા આંગણે પધારો! રાગ વગરનું ચેખું મારું ચૈતન્ય-આંગણું...તેમાં હું આપને સત્કાર કરું છું. જેમ રાજા વગેરે મટા માણસ ઘરે પધારવાના હોય તે આંગણું સાફ કરે છે, તેમ અહીં સાધકજીવ પિતાના શ્રદ્ધા-જ્ઞાનરૂપ આંગણાને રાગ વગરનું ચોખ્ખું કરીને અનંતા અશરીરી સિદ્ધ-મહારાજાને બેલાવે છે... ઊર્ધ્વ લેકની સિદ્ધનગરીમાં જે અનંત સિદ્ધોને સમૂડ બિરાજે છે તેમને, જ્ઞાનબળે પિતાના આત્મામાં ઉતારે છે. મારા જ્ઞાનમાં હું સિદ્ધને આદર કરું છું ને એના સિવાય પરભાવોને આદર છેડી દઉં છું, એટલે કે મારી પરિણતિને રાગમાંથી ભિન્ન કરીને અંતરના સિદ્ધસ્વરૂપ સાથે અભેદ કરું છું તે અભેદ પરિણતિમાં અનંત સિદ્ધ સમાય છે.
વાહ, જુઓ...આ સિદ્ધપદના માંગળિકને અપૂર્વ ભાવ! બધું ભૂલીને સિદ્ધને યાદ કરીએ છીએ....સિદ્ધપદ જ અમારા જ્ઞાનમાં તરવરે છે...એ જ આદરણીય છે, ને જગતમાં રાગાદિ બીજું કાંઈ મારે આદરણીય નથી,-આમ રુચિને મારા શુદ્ધાત્મા તરફ વાળીને હે સિદ્ધભગવંતે! હું મારા આત્મામાં આપને સ્થાપું છું. મારા આત્માના સ્વસંવેદનજ્ઞાન વડે સાદ પાડીને હું આપને બેલાવું છું : પધારો...સિદ્ધ ભગવંત! મારા અસંખ્ય આત્મપ્રદેશમાં મેં શ્રદ્ધા–જ્ઞાનના બંગલા બાંધ્યા છે તેમાં આવીને હે પ્રભે! આપ વસે. મારા જ્ઞાન-મંદિરમાં હું રાગને નથી વસાવતે સિદ્ધ જેવા શુદ્ધસ્વરૂપને જ મારા શ્રદ્ધા-જ્ઞાનમાં વસાવું છું. અહા ! પ્રભુ પધાર્યા....મારા આંગણામાં! અમારા આંગણું ઊજળા કર્યા...પ્રભુ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org