Book Title: Atmasambodhan
Author(s): Yogindudev, Hiralal Jain
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 11
________________ [ ગસાર-પ્રવચન : ૧-૨ શા માટે કહું છું –કેમકે મારું ચિત્ત સંસારથી ભયભીત છે ને મોક્ષની લાલસાવાળું છે, તેથી “આત્મ-સંબોધન કરવા માટે હું એકાગ્રચિત્તથી આ દોહા રચું છું,-એમ ત્રીજા દોહામાં કહેશે તેમજ શાસ્ત્રના અંતમાં ૧૦૮ મા દેહામાં પણ એમ જ કહેશે. આ ગસાર–શાસ્ત્રના રચનાર શ્રી યોગીન્દુ-મુનિરાજ લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં, ઈ. સ. ની છઠ્ઠી શતાબ્દિમાં આ ભરતક્ષેત્રમાં વિચરતા મહાન નિર્ગથ સંત હતા. “પરમાત્મ-પ્રકાશ” નામનું મહાન શાસ્ત્ર પણ તેમણે જ રહ્યું છે, તેના મંગલાચરણમાં પણ પાંચ ગાથા સુધી ફરીફરીને ત્રિકાળવતી સિદ્ધભગવંતને નમસ્કાર કર્યા છે. ત્યાં પણ આવા જ શબ્દો છે કે નિર્મળ ધાનઅગ્નિ વડે કર્મકલંકને ભસ્મ કરીને જેઓ નિત્ય નિરંજન જ્ઞાનમય થયા તે સિદ્ધપરમાત્માને હું નમું છું. - આત્માના ધ્યેયરૂપ સિદ્ધપદ, તે સિદ્ધભગવાન જેવું શુદ્ધ આત્મસ્વરૂપ, તેને પ્રતીતમાં લઈને ધ્યાનવડે તેમાં ઉપયોગને જોડો તેનું નામ “ગ” છે; તે જ મોક્ષને ઉપાય છે, ને તેને આ ઉપદેશ છે. આવા “ગ” રૂપ શુદ્ધોપયોગ વડે જ કર્મકલંકને નાશ કરીને સિદ્ધપદ પમાય છે. બધા આત્મા સ્વભાવથી શુદ્ધ-સિદ્ધ ભગવાન જેવા છે. આવા શુદ્ધ આત્મસ્વરૂપમાં વિકારની કે કર્મની સત્તા નથી. આવા શુદ્ધસ્વરૂપને દયેયમાં લઈને ધ્યાવવું તે જ રાગાદિને તથા કર્મોનો નાશ કરીને સિદ્ધ થવાને ઉપાય છે. આવા ઉપાય વડે પિતે સિદ્ધપદને સાધતાં-સાધતાં યોગીન્દુ-મુનિરાજ આ દોહા રચે છે. જુઓ, સિદ્ધિને પંથ શું? કે.. ઉપગને અંતરમાં જેડીને નિર્મળ આત્માનું ધ્યાન કરવું તે, સમ્યગ્દર્શનની રીત પણ એ જ છે. આત્માના ધ્યાન વડે જ સમ્યગ્દર્શન થાય છે ને સિદ્ધિપંથની શરૂઆત થાય છે. શુભરાગ વડે કાંઈ સિદ્ધિ પંથ નથી થતો, ને સમ્યગ્દર્શન પણ નથી થતું. - સિદ્ધભગવાન શુદ્ધઆત્મામાં ઉપયોગને જોડીને પરમાત્મપદ પામ્યા....તેમને હું નમસ્કાર કરું છું એનો અર્થ એ કે હું પણ એવા મારા શુદ્ધ આત્મામાં ઉપયોગને જે છું–આમ પિતાને શુદ્ધ આત્માના ધ્યાનની રુચિ ને તાલાવેલી લાગી છે. આ રીતે, સંસારથી ભયભીત થઈને મોક્ષને સાધવાની ભાવનાવાળે જીવ પોતાના ઉપયોગને શુદ્ધાત્મસ્વરૂપમાં જોડે છે. આવા શુદ્ધોપગનું જ નામ “ગ-સાર” છે, ને તેમાં સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્ર ત્રણે સમાઈ જાય છેતેના વડે મોક્ષ પમાય છે. જુઓ, મંગલાચરણમાં કર્મના નાશને ઉપાય પણ ભેગે બતાવ્યું–શું ? કે શુદ્ધાત્મામાં ઉપગને જોડે તે જ કમના નાશને ઉપાય છે. સિદ્ધભગવાન આ રીતે સિદ્ધિ પામ્યા–એમ પ્રતીત કરનાર જીવ પિતે પણ તે માળે જાય છે, એટલે શુદ્ધાત્મા તરફ ઉપયોગને જોડે છે.-આનું નામ “ગ” છે, અને તે અપૂર્વ મંગળ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 218