________________
આત્મસંબંધન ]
અતીન્દ્રિય આનંદથી ભરેલે આત્મા....તેની સન્મુખ જોતાં તેના પરમ આનંદનું વેદન થાય છે; એ સિવાય જગતના બીજા કોઈ પદાર્થમાં સુખને અંશ પણ નથી. હે જીવ ! તારું સુખ તારા અસ્તિત્વમાં છે, બીજાના અસ્તિત્વમાં તારું સુખ નથી. જ્યાં પોતાનું સુખ ભર્યું છે ત્યાં જુએ તે સુખને અનુભવ થાય. આવા ઉપાયથી અરિહંત અને સિદ્ધપરમાત્માને પૂર્ણ આનંદ પ્રગટે છે, ને બધા આત્માઓ આવા જ પૂર્ણ આનંદથી ભરપૂર છે–એમ તે ભગવાને જોયું છે. આવા ભગવાનને નમસ્કાર કરવા તે મંગળ છે, તેમાં પોતાના શુદ્ધાત્માની પ્રતીત ભેગી આવી જાય છે.
જે સિદ્ધપરમાત્મા થયા તેઓ પણ, પહેલાં તે બહિરાત્મા હતા; પછી જ્ઞાન અને રાગની ભિન્નતાના ભાન વડે પિતાના પરમ સ્વભાવને જાણીને અંતરાત્મા થયા, અને પછી તે શુદ્ધ પરમ સ્વભાવનું ધ્યાન કરી કરીને પરમાત્મા થયા. એવા પરમાત્મા જેવો જ મારો સ્વભાવ છે–એમ લક્ષમાં લઈને....એટલે કે અંતરાત્મા થઈને હું તે સિદ્ધપરમાત્માને નમસ્કાર કરું છું.
સિદ્ધભગવાન કેવા છે? ને કઈ રીતે તેઓ સિદ્ધ થયા–તેની ઓળખાણપૂર્વક આ નમસ્કાર છે. પ્રત્યે! નિર્મળ ધ્યાનવડે એટલે રાગ-દ્વેષ વગરના શુકલધ્યાનવડે આપે કમેને ખપાવ્યા....ને પરમાત્મપદ પ્રાપ્ત કર્યું. અંતરના પરમ સ્વરૂપને ધ્યેય બનાવી, તેમાં ઉપગને એકાકાર કરીને ધ્યાન કર્યું. એ જ મેક્ષને પ્રાપ્ત કરવાની ક્રિયા છે. મોક્ષમાર્ગની શરૂઆત પણ આત્માના ધ્યાનરૂપ શુદ્ધ પગ વડે જ થાય છે. ધર્મદશા પ્રગટવાના કાળે શુદ્ધઆત્મા ધ્યેયરૂપ હોય છે ને શુદ્ધોપગ હોય છે. પછી પૂર્ણતા પણ ધ્યાનવડે જ થાય છે. ધ્યાન વડે સ્વરૂપની લગની લાગી, તેમાં ઉપયોગ જામે... એકાગ્ર થયે, ત્યાં રાગાદિ ભાવકર્મો અટકી ગયા ને જડ કર્મો પણ ટળી ગયા; આત્મા રાગ વગરનો થઈ ગયે ને કર્મ–પુદગલે અકર્મરૂપ થઈ ગયા. આ રીતે નિર્મળ આત્માના ધ્યાનવડે અપૂર્વ સિદ્ધદશા પ્રગટ કરીને આત્મા પોતે પરમાત્મા થયો. અંદર શક્તિસ્વભાવમાં પરમાત્માપણું હતું તે ધ્યાન વડે પર્યાયમાં પ્રગટયું.
આવા સિદ્ધપરમાત્માને વંદન કેણ કરી શકે? ને કઈ રીતે કરી શકે? કે જે પિતાના હૃદયમાં એટલે કે પિતાની જ્ઞાનદશામાં સિદ્ધપદને ઝીલી શકે...સ્થાપી શકે, એટલે રાગાદિ અશુદ્ધતા કે અપૂર્ણતા મારું સ્વરૂપ નથી, હું પૂર્ણાનંદથી ભરેલે સિદ્ધસમાન છું, સિદ્ધસમાન સદા પદ મેરે”—એમ જે પિતાના શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારે તે જ સિદ્ધને ખરા નમસ્કાર કરી શકે. સિદ્ધને નમસ્કાર કરવામાં મોટી જવાબદારી છેભાઈ! તે પૂર્ણ સિદ્ધદશા કેવડી મહાન છે, કઈ રીતે પ્રગટે છે, ને શેમાંથી પ્રગટે છે? –તેની ઓળખાણ અને પ્રતીત વગર તું નો કોને? સિદ્ધને ઓળખતાં તે પિતાને શુદ્ધાત્મા લક્ષમાં આવી જાય છે, ને સાધકપણું થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org