________________
કુંભારિયા
અહીંનાં પાંચે મંદિરે આલીશાન અને ઐતિહાસિક . છે. એમાંની સ્થાપત્ય કળા આજે પણ પ્રેક્ષકોને આબૂ ઉપરના દેલવાડાનાં મંદિરે જેટલી જ દિમૂઢ બનાવે છે. (૧) શ્રી સંભવનાથ ભગવાનનું મંદિરઃ
આ મંદિરમાં મૂળ નાયકજી સંભવનાથ ભ૦ની મૂર્તિ છે. તેને એક પ્રાચીન વેદી ઉપર બેસાડેલી છે. કોઈને એ મૂર્તિ ઉપર સિંહના જેવું લાંછન જણાતાં તે મહાવીર સ્વામી ભવની મૂર્તિ હોવાનું પણ કહે છે. પરંતુ અત્યારે આ મંદિર શ્રીસંભવનાથ ભવનું કહેવાય છે. આ મૂર્તિ સિવાય ગૂઢમંડપના એક ગોખલામાં પરિકર સહિત એકતીથીની ખંડિત મૂર્તિ 1 સ્થાપના કરેલી છે. કુલ મૂર્તિઓ બે જ છે. ગૂઢમંડપમાં દરેક ગેખલામાં મૂર્તિ વિનાના ખાલી પરિકર નંગ ૧૦ છે. તેમ જ શ્રાવક-શ્રાવિકાનું યુગલ ૧ છે. મૂળ ગભારે, ગૂઢમંડપ, સભામંડપ, શૃંગારકી તથા કેટ છે. ભમતી કે દેવકુલિકાઓ નથી. બધાં મંદિરે કરતાં આને ઘાટ કંઈક જુદે છે. અને બીજા મંદિરે કરતાં પ્રમાણમાં નાનું છે. મંદિર પાષાણનું છે. દરેક દરવાજામાં પ્રાયઃ કેરણું છે અને શિખરમાં પણ કેરણું છે. જીર્ણોદ્ધારની ખાસ જરૂર છે. શિવાલય :
આ મંદિરની પાસે જ એક શિવાલય સાબૂત ઊભું છે તે પણ પ્રાચીન જણાય છે. તેની પાસે સુરતના બે પથ્થરેમાં તેરમી અને ચૌદમી શતાબ્દિના લેખો છે. તેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org