________________
૨૦૬
અણુ દાચલ પ્રદક્ષિણા
આપેલું છે. આ ઉપરથી એ સમયમાં આ ગામનુ નામ ઝડવલી હશે અને ગામ પણ તેથી યે પ્રાચીન હશે; એમ નિશ્ચિતરૂપે જાય છે. સ૦ ૧૨૫૫ ના લેખમાં આને “દુંદુભીનગર” એવું પણ નામ આપેલું છે. એટલે સંભવત: આ ગામનુ ખીજું નામ “દુંદુભીનગર” હાય અથવા આ ગામના એક વિભાગ-મહાલ્લાનુ નામ પણ હાય એમ લાગે છે.
સ૦ ૧૪૯૯ની આસપાસ રચાયેલી તીર્થમાળાના કો કવિ મેઘે પણ આ ગામમાં શ્રીશાંતિનાથ પ્રભુનું મંદિર હાવાનું વર્ણન કર્યું છે.
૧
ઉપર્યુ ક્ત સ. ૧૨૫૫ના લેખમાં પરમાર રાજા ધારાવર્ષ ની રાણી શંગારદેવી, કે જે નાડાલના ચૌહાણુ રાજા કેલ્ક્યુણદેવની પુત્રી હતી, તેણે આ મંદિરને એક સુંદરવાડી (અરટ) ભેટ કર્યાના ઉલ્લેખ છે. તે વાડી અત્યાર સુધી અહીંના પંચાને તાબે છે. વચ્ચે ૧૦-૧૫ વર્ષ પહેલાં રાજ્યે આ રટ જપ્ત કરી લીધા હતા પરંતુ ઉપરના લેખ બતાવવાથી ત્રણ વર્ષમાં તે અરટ શ્રીસંઘને પાછે સોંપાયા છે. તેની વાર્ષિક ઉપજ રૂા. ૭૫) લગભગ છે, તે મંદિર ખાતે પંચ જમા કરે છે.
મૂળનાયકજીની નીચે પરિકરની ગાદી પ્રાચીન છે. તેના પર લેખ નથી. પાછળથી જીર્ણોદ્ધાર વખતે તેને ઊંચી કરવા માટે તેના ઉપર ચાર ઈંચ જેટલા એક થર લગાન્યા જણાય છે. પિરકરના તથા ગાદીને! આ ફેરફાર જીર્ણોદ્ધાર વખતે થયા હશે. ગૂઢમંડપમાં પમાસણા અનેલાં છે પણ તે
૧ ઝાઝઉલી સિરિ સંતિ જિષ્ણું, પાપતણા ઉન્મૂલઈ ક ંદ. —પ્રાચીનતોર્થમાાયંત્રન્હેં કડી. ૬૮. પૃ. ૫૪.
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International