________________
૨૪૮
અણુદાચલ પ્રદક્ષિણા નથી પરંતુ અનુમાન છે કે તે ચાવડા વંશને હેય. કેમકે તેની રાજધાની ભીનમાલ (શ્રીમાલ) નગર (જોધપુર રાજ્યોમાં હતી. ભીનમાલના રહેવાસી જિગુના પુત્ર બ્રહ્મગુપ્ત નામક
તિષીએ શક સં. ૧૫૦, વિ. સં. ૬૮૫માં કાર્યસિદ્ધાંત નામક જતિષને ગ્રંથ રચે છે, જેમાં તેણે લખ્યું છે કે, તે સમયે ત્યાં ચાપ (ચાવડા) વંશી વ્યાધ્રમુખ રાજા હતો. સંભવ છે કે વ્યાધ્રમુખ ઉક્ત રાજા વર્મલાતને ઉત્તરાધિકારી હોય.
“ઉપર્યુક્ત લેખથી ભીનમાલના રહેવાસી પ્રસિદ્ધ કવિ માઘને સમય નિશ્ચિત થાય છે. કેમકે તે પોતાના રચેલા શિશુપઢવમાં નામના મહાકાવ્યમાં લખે છે કે તેના દાદા સુપ્રભદેવ, રાજા વર્મલાતના મુખ્ય મંત્રી (સર્વાધિકારી) હતા. સુપ્રભદેવ, આ વર્મલાત રાજા, જે વિ. સં. ૬૮રમાં વિદ્યમાન હતું, તેને સમકાલીન હતા. આથી સુપ્રભદેવના પૌત્ર માઘ કવિને સમય ૭મી શતાબ્દિના અંતમાં રહેવાનું નક્કી થાય છે.
અહીંથી બીજે લેખ મળે છે, જે પરમાર રાજા પૂર્ણપાલના સમયનો છે. તેમાં ઉત્પલ રાજથી પૂર્ણ પાલ સુધીની આબુના પરમારની વંશાવલી આપેલી છે. આમાં જ લાહિનીની હકીક્ત પણ આપેલી છે.
“મહારાણું કુંભા, જેને કિલ્લાઓ બંધાવવાને શોખ હતું અને જેણે આબુ ઉપર વિ. સં. ૧૫૦૯માં અચલગઢનો કિલ્લો બંધાવ્યું, તેણે જ પ્રાચીન વસ્તીવાળા આ ભાગની પાસે એક વિશાળ ઊંચી ભાખરી પર મેટે કિલ્લો બંધાવ્યું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org