________________
૨૯૨
:
અબુદાચલ પ્રદક્ષિણ. મંદિરની પાસે એ જ સમયની બનેલી એક વાવડી છે. આને થોડાં વર્ષો પહેલાં જીર્ણોદ્ધાર થયે છે. જીર્ણોદ્ધારના સમયે તેમાંથી ધારાવર્ષ રાજાના સમયને એક શિલાલેખ નીકળ્યો હતું, પરંતુ તેને ઉપરેને ભાગ તૂટી જવાથી સંવતને અંક ચાલ્યો ગયો હતે.
“રાજેશ્વરના મંદિરથી પશ્ચિમ દિશામાં ગામની દક્ષિણ સીમા પર રામચંદ્રનું મંદિર છે. જેમાં અત્યારે વિષ્ણુની મૂર્તિ સ્થાપના કરેલી છે. પરંતુ પહેલાં આ સૂર્યમંદિર હતું, કેમકે તેની પરકમ્મામાં પાછળ (પશ્ચિમ)ના ગોખલામાં સૂર્યની મૂર્તિ હજી સુધી વિદ્યમાન છે; જે આને સૂર્યનું મંદિર હવાનું પ્રગટ કરે છે. ૫૦-૬૦ વર્ષો પૂર્વે એક સાધુએ આની મરમ્મત કરાવી હતી તથા મંદિરની આસપાસ મકાન અને ધર્મશાળા બંધાવી હતી. અહીં પરમાર રાજા ધારાવર્ષના સમય વિ. સં. ૧૨૭૧ નો એક શિલાલેખ છે; જેને કોઈ કે તોડીને ચાર ટુકડા કરી નાંખ્યા છે.
આ મંદિરે સિવાય સુગ્રીવ અને સોમનાથનું શિવાલય તથા લક્ષ્મીનારાયણનું મંદિર અને રાણેશ્વરી નામક દેવનું મંદિર પણ છે.”
૮૫. ભૂલા - રહિડાથી અગ્નિખૂણામાં ૪ માઈલ અને શહિડારોડ (સર્પગંજ) સ્ટેશનથી અગ્નિખૂણામાં ૮ માઈલ દૂર “ભૂલા” નામનું ગામ આવે છે. આ ગામ રહિડા તહેસીલમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org