________________
અબુ દાચલ પ્રદક્ષિણા
છે. આ મદિર પહાડની એક ઊંચી ટેકરી ઉપર પહાડની ઓથમાં આવેલુ છે. નીચેથી લગભગ ૧૦૦ કદમ ચડતાં આ મંદિર આવે છે. નીચેથી મંદિર સુધી ઘાટ બાંધેલા છે. મૂના ની મૂર્ત્તિ અત્યત મનેાહર છે અને તેના ઉપર પચતીથી નું પ્રાચીન પરિકર છે. એક સુંદર નકશીભર્યું તારણુ હતું તે હાલમાં ગભારામાં ટાઇલે લગાવતી વખતે કાઢી નાખ્યું છે. તેના ટુકડા બહાર પડ્યા છે, તે પ્રાચીન અને નકશીવાળું છે; તેથી તેને સારી રીતે ફ્રીથી લગાડવું જોઇએ. તે માટે ભલામણ કરી હતી.
૩૦૦
આ મંદિર, મૂળગભારા, ગૂઢમ’ડપ, છ ચાકીઓ, સભામંડપ, શૃંગારચાકી, અને કેટ વગેરેથી યુક્ત છે.
આ મંદિરમાં મૂછ્યા ની મૂર્ત્તિ ૧, પરિકર વિનાની મૂર્તિઓ ૩, અધૂરી ઘડેલી આરસની મૂર્ત્તિ ૧, ધાતુની પંચતીથી ૧, અને ધાતુની એકલ નાની મૂર્તિ ૧ છે. પગલાં જોડી ૧ છે. મંદિરના દરવાજાથી જમણા હાથ તરફ ૩ ગોખલા અને ૬ દેરીઓ જૂની છે. ગોખલા અને દેરીઓ ખાલી છે. તેમાં ચાર દેરીઓ માથે સ૦ ૧૫૦૦ તથા ૧૫૦૨ના લેખા છે, તેમાં પહેલાં ભગવાન સ્થાપન કર્યા હતા. હાલમાં ઘણા વર્ષોથી ખાલી છે. અત્યારે જીર્ણોદ્ધારનું કામ ચાલે છે.
ગૂઢમ’ડપમાં જવાના મુખ્ય દરવાજો મકરાણાના બનાવી હાલમાં જ નવા મુકાવ્યા છે. તેમાંની મંગલમૂર્ત્તિની લાઈનમાં ભગવાનની ૯ મૂર્તિઓ કાતરેલી છે.
અહીં પારવાડ શ્રાવકનાં ૨૫ ઘરે છે. ૧ ઉપાશ્રય, ધર્મશાળા ૨, ગુરાંસા ( મહાત્મા-કુલગર )ની પાષાળ ૧ છે. તે ઘરમારી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org