Book Title: Arbudachal Pradakshina Abu Part 04
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 344
________________ ૯૨. કાસીંદ્રા (કાયંદ્રા) ભારજાથી વાયવ્ય ખૂણામાં ર માઈલ, કીવરલી સ્ટેશનથી ઉત્તરમાં રા માઈલ અને ભીમાણુ સ્ટેશનથી નિત્ય ખૂણામાં ૨ માઈલ દૂર “કાસીંદ્રા” નામનું ગામ આવે છે. આ ગામ રોહિડા તહેસીલમાં છે. શ્રી શાંતિનાથ ભવનું મંદિર : અહીં મૂળના શ્રી શાંતિનાથ ભગવાનનું બાવન જિનાલયવાળું મંદિર છે. તેને ઘણે ભાગ તૂટી ગયું છે. મૂહનાની મૂર્તિ મનહર છે. તેમની નીચેની પરિકરની ગાદી નીચે ૧૨૩૪ને લેખ છે. મૂળના ઉપર લાંછન નથી અને મૂહનાની બંને બાજુએ બે ઈદ્રો પરિકરમાંથી છૂટા પડી ગયેલા સ્થાપન કરેલા છે. ગૂઢમંડપમાં પગલાંની જેડ ૧ જમણ ગોખલામાં છે. તેના પર સં૧૫૯૯ નો લેખ છે. બાવન દેરીઓમાંથી ૧૮ નો જીર્ણોદ્ધાર કરાવી કાયમ રાખી છે. બાકીની પડી ગઈ છે. અઢારમાંથી બે દેરીઓને માથે સં. ૧૦૯૧ ના લેખે છે. લિપિ પ્રાચીન છે અને તેમાં ચૂને ભરાઈ ગયેલું હોવાથી પણ વાંચવી મુશ્કેલ પડે તેમ છે. થોડા અક્ષરે ઘસાઈ ગયા છે. બાકીને લેખનો ભાગ સારી સ્થિતિમાં છે. લેખમાં જણાવ્યું છે કે, “સં. ૧૦૯માં પિરવાડ વામન શ્રેષ્ઠીએ. આ જિનમંદિર બંધાવ્યું. ” આથી આ ગામ તેથી એ પ્રાચીન હોય એમ જણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372