________________
તુરંગી
૨૯
હાંસિયા ઉપર પ્રારંભથી અધૂરે લેખ ખોદેલો છે. અંતમાં મંજીરું મર્દાશ્રી લખેલું છે એટલે અંત ભાગ પૂરે છે. લેખ મેટો હોવો જોઈએ. પણ પ્રારંભનો ભાગ નથી. લિપિ પ્રાચીન એટલે ૧૧-૧૨ મી શતાબ્દિની જણાય છે. બીજા કેઈ લેખે જોવામાં આવ્યા નથી. મંદિર પણ એટલું પ્રાચીન હશે.
મંદિરની બધી દીવાલ તથા શિખર પણ ઈટોનું બનેલું છે. બાકી છકીઓ, સભામંડપ અને બારશાખ, સ્તંભે, તરણે, પાટડા વગેરે પથ્થરના બનેલા છે. મંદિરના બે દરવાજના ઉતરંગામાં મંગળમૂર્તિ તરીકે કેઈની મૂર્તિ કોતરેલી નથી. પણ તે બન્ને ઉપર લંબ–ચોરસ ફૂલ કતરેલું છે. રસ્તા પરના દરવાજા ઉપર કાંઈ પણ કોતર્યું નથી.
તુરંગીમાં શ્રાવકનું એક પણ ઘર નથી. ઉપાશ્રય જૈન ધર્મશાળા વગેરે કાંઈ નથી. તરંગીથી આવેલા શ્રાવકોનાં ૧-૨ ઘર ભારજામાં, ૧-૨ હિડામાં અને કેટલાક અમદાવાદમાં રહે છે.
૯૧. ભારજા તુરંગીથી નિત્ય ખૂણામાં ૧૫ માઈલ અને કીવરલી સ્ટેશનથી ઈશાન ખૂણામાં ૩ માઈલ તેમજ ભીમાણથી દક્ષિણમાં ૨ માઈલ “ભારજા” નામનું ગામ આવેલું છે. આ ગામ રેશહિડા તહેસીલમાં છે. શ્રી આદીશ્વર ભવનું મંદિર
અહીં મૂળના શ્રી આદીશ્વર ભગવાનનું પ્રાચીન મંદિર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org