________________
૨૦૬
અબુદાચલ પ્રદક્ષિણ અહીં શ્રાવકનું ઘર એકે નથી. ધર્મશાળા કે ઉપાશ્રય પણું નથી. આ દેરાસરની દેખરેખ કીવરલીના શ્રાવકે રાખે છે. પૂજારી કીવરલીથી આવીને પૂજા કરી જાય છે.
મંદિરમાં મરમ્મત અને ચક્ષુ-ટલાં વગેરેની જરૂરત છે.
A ૯૪. કીવરલી આમથરાથી દક્ષિણ દિશામાં ના માઈલ અને કીવરલી સ્ટેશનથી નિત્ય ખૂણામાં ૧ માઈલ દૂર “કીવરલી” નામનું ગામ આવે છે. આ ગામ સાંતપુર તહેસીલમાં છે. શ્રી પાર્શ્વનાથ ભવનું મંદિર - અહી મૂકનાર શ્રી પાર્શ્વનાથ ભ૦નું પ્રાચીન મંદિર છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, ચોકી, શૃંગારચોકી, શિખર અને કેટથી યુક્ત છે. આ મંદિરમાં રંગમંડપ નથી.
મૂળના તથા (ત્રિગડાની) બંને બાજુની મૂર્તિઓ ઉપર સં. ૧૯૦૩ના લેખે છે. એટલે ત્યાર પછી ફરી. પ્રતિષ્ઠા વખતે આ મૂર્તિઓ બહાર ગામથી લાવીને અહીં પધરાવી હશે એમ લાગે છે. મૂનાની નીચેની ગાદી પ્રાચીન છે. તેના ઉપર સં૦ ૧૧૩ર ને લેખ છે. પણ આ લેખને પથ્થર ઘણું જ ખવાઈ ગયે છે..
ગૂઢમંડપમાં ડાબા હાથના થાંભલાની કુંભી ઉપર સં. ૧૧૮૦ ને લેખ છે. તેમાં મૂળનારા તરીકે શ્રીજીષભદેવ ભ૦નું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org