________________
કાસીંદ્રા - “ગામથી પશ્ચિમ દિશામાં “અરુણેશ્વર” નામક પંચાચતન શિવાલય છે, જેના મુખ્ય મંદિરમાં એક વિશાળ શિવની ત્રિમૂર્તિ છે. આવી મૂર્તિઓ ચિતોડના કિલ્લા ઉપર, મુંબઈની સમીપ સમુદ્રની અંદર (બેટમાં) ઘારાપુરીની ગુફામાં તથા અન્યત્ર ક્યાંઈ ક્યાંઈ જેવામાં આવી છે. પરંતુ આ રાજ્યમાં આબુની ચારે તરફના પ્રદેશમાં આવી ત્રિમૂર્તિઓ કેટલીયે જગ્યાએ આજ સુધી વિદ્યમાન છે, જેનાથી અનુમાન થાય છે કે, અહીં પ્રાચીન કાળમાં પાશુપત (શિવ) સંપ્રદાયની પ્રબળતા હેવી જોઈએ. જેટલી ત્રિમૂર્તિઓ અહીં જેવામાં આવી છે તે ઘણીખરી ઉત્તમ રીતે બનેલી છે અને ૧૧ મી શતાબ્દિ પૂર્વની અનુમાન કરી શકાય છે.
૧ ત્રિમૂર્તિનાં ત્રણ મસ્તક હોવાના કારણે અહીંના લેકે ઘણીવાર એવી મૂર્તિને ત્રિકમજી (ત્રિવિક્રમ) ની મૂર્તિ કહ્યા કરે છે અને કઈ કઈ તે એને બ્રહ્માની મૂર્તિ પણ માને છે. પરંતુ આ ન ત્રિવિક્રમ (વિષ્ણુ)ની મૂર્તિઓ છે કે બ્રહ્માની છે. આ મૂર્તિઓ શિવની જ છે. શિવની મૂર્તિને ૬ હાથ, જટાસહિત ત્રણ મસ્તક અને ત્રણ મુખ હેય છે, જેમાંથી એક રડતું મુખ હોય છે; જે શિવને “રુદ્ર” રૂપે બતાવવાનું સૂચક છે. એના મધ્યના બે હાથમાં એકમાં બીજે નામક ફલ તથા બીજામાં માલા, જમણી તરફના બે હાથમાં એકમાં સર્પ અને બીજામાં ખપર તેમજ ડાબી તરફના બે હાથમાંથી એકમાં પાતળા નાના દંડ જેવી કોઈ વસ્તુ અને બીજામાં ઢાલની આકૃતિની કઈ નાની સરખી ગોળ વસ્તુ બહુધા દેખવામાં આવે છે. પાછળની બે વસ્તુઓ વાસ્તવમાં શું છે તે જાણવામાં આવ્યું નથી. ત્રિમૂર્તિ વેદીની ઉપર, દીવાલની સાથે જોડાયેલી રહે છે અને તેમાં છાતીથી કંઈક નીચે સુધીને ભાગ જ હોય છે. પરંતુ કદ મેટું હોય છે. ત્રિમૂર્તિની સામે બહુધા શિવલિંગ જોવામાં આવે છે. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org