________________
અબુદાચલ પ્રદક્ષિણા
મંદિરની બહાર કંપાઉન્ડમાં જ સામેના ભાગમાં ધર્મશાળાના મોટા પાંચ એરડાઓ છે. દરવાજો પણ છે. મંદિરના પગથિયાં પાસે એક સરઈ છે. મંદિરથી થોડે દૂર મંદિરની એક વાવ છે. આ વાવ અને તેની આસપાસની જમીન પણ શ્રીમહાવીરસ્વામીના મ ંદિરને જ અર્પણ કરી છે—આ મતલબના લેખવાળી એક સરઈ, એ જ જમીનના મધ્યભાગમાં ગાડેલી છે.
૨૭૦
આ ધામ માટે લેાકવાણી છે કે:—મેણા લેાકેા ચારી કરવા આવેલા પરંતુ અહીં સ્થંભિત થઈ ગયેલા તેથી તેમણે ગધૈયા ઘાલીને પોતાની જાતને અહીં ચારી કરવા આવવાની મનાઈ કરેલી પણ ભીલા વગેરે ચારી કરે છે. પિત્તલનું વાસણ પણ રહેવા દેતા નથી.
મૂના॰ ના શરીરે ખાડા પડી ગયેલા છે, તેથી તેમને લેપ કરાવવાની તથા બીજી મૂર્તિઓ પર ઘણા મેલ ચઢી ગયેલા હાવાથી તેમને સાફ કરાવવાની અને ચક્ષુ-ટીલાંની ખાસ જરૂર છે.
દીયાણા ધામના મહાવીરપ્રભુ ચમત્કારિક મનાય છે. અહીંની લાકા માનતા માને છે, જીહાર કરવામાં આવે છે. જીહાર કરનાર જે ભગવાનને નૈવેદ્ય ધરીને ધૂપ ન ચઢાવે, અથવા નાળિયેર વધેરીને શેષ ન ચઢાવે તેા તેના જીહાર નકામા ગયાનું મનાય છે. ગૂજરાતથી એક વાણિયા સકુટુમ્બ અહીં આવ્યા હતા. તેણે બધી વિધિ કરી પણ પૂજારીને જમાડયો નહીં, તે જુહાર કરી ઘેર આવ્યા ત્યારે સાંજે ઘરના ત્રણ માણસા માંદા પડયા, ફરીથી મહાવીરજીની માનતા
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International