________________
૮૦. ખાખરવાડા નાનરવાડાથી દક્ષિણ દિશામાં ૧ માઈલ અને રોહિડારેડ (સર્પગંજ) સ્ટેશનથી પશ્ચિમમાં ૨ માઈલ દૂર ખાખરવાડા” નામનું ગામ આવે છે.
આ ગામમાં દેરાસર, ઉપાશ્રય કે ધર્મશાળા નથી. પિરવાડ શ્રાવકોનાં ૫ ઘરે છે.
૮૧. ભાવરી ખાખરવાડાથી પૂર્વમાં ૧ માઈલ અને રોહિડારોડ (સર્પગંજ) સ્ટેશનથી પશ્ચિમમાં ૧ માઈલ દૂર “ભાવરી નામનું ગામ આવે છે. આ ગામ સિહી રાજ્યના હાથખરચની તહેસીલનું છે. શ્રીવાસુપૂજ્ય ભવનું મંદિર : - મૂળ ના૦ શ્રીવાસુપૂજ્ય ભગવાનનું શિખરબંધી મંદિર છે. મૂળ નાગ સહિત આરસની ૩ મૂર્તિઓ મૂળગભારામાં છે અને એક બહારના ગોખલામાં છે અને ધાતુની પંચતીર્થી વગેરે નાની મૂર્તિઓ ૭ છે.
મૂળગભારે, સભામંડપ, ભમતી, શંગારકી અને શિખર સહિત આ મંદિર બંધાયેલું છે. તેમાં કે મૂર્તિઓ પર ખાસ લેખ નથી. કેવળ ત્રણ મૂર્તિઓ પર થોડા થોડા અક્ષરે છે. પણ તે વંચાતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org