________________
૨૮૯
સહિડા
જમણી બાજુના દેરામાં મૂળ ના શ્રી નેમિનાથ ભ૦ આદિ આરસની મૂર્તિઓ ૩ અને ડાબી બાજુના દેરામાં મૂડ ના શ્રી મહાવીર સ્વામી વગેરે આરસની મૂર્તિઓ ૩ છે. મુખ્ય મંદિરના મૂળગભારા અને ગૂઢમંડપમાં મળીને આરસની મૂર્તિઓ ૭ છે. નવાકીના જમણા હાથ તરફના ગોખલામાં પદ્માવતીદેવીની મૂર્તિના ઉપરના ભાગમાં શ્રી પાર્શ્વનાથ ભ૦ની નાની મૂર્તિ કોતરેલી છે. ત્રણ ગભારામાં કુલે ધાતુની ચેવિશીઓ વગેરે ૪૯ મૂર્તિઓ છે. તે ઉપરાંત ચાંદીની ચોવિશીઓ ૫ અને ચાંદીની પાર્શ્વનાથ ભવની એજ્યમૂર્તિ નાની ૧ નવી થયેલી છે. આ આખા મંદિરની પ્રતિષ્ઠા સં૦ ૧૯૫૮ ના માહ શુદિ ૧૩ ને ગુરુવારે થઈ છે. અને આ મંદિરને પાયે સં. ૧૫૦ માં નંખાયો હતો. (૨) શ્રી આદીશ્વર ભવનું મંદિર
બીજું મંદિર મૂ૦ ના શ્રી આદીશ્વર ભગવાનનું છે. આ બે માળનું મંદિર રેહિડાવાળા મૂતા રાયચંદ નથમલજીએ પિતાના ખરચથી બંધાવીને તેની પ્રતિષ્ઠા સં. ૧૫૯ ના માહ શુદિ ૫ ના દિવસે કરાવી છે.
આ મંદિરના નીચેના માળમાં મૂળ નાગ સહિત આરસની મૂર્તિઓ ૬ છે અને એક શ્યામવર્ણની આરસની મૂર્તિ ૧ છે. આ શ્યામ મૂર્તિ રેપિડાથી ઈશાન ખૂણામાં ત્રણેક માઈલ દૂર “વાલેરીયું” ગામ છે, તેની પાસેની કેદારનાથની નદીમાંથી નીકળેલી છે. પૂજારી રઘુવીર, જે હાલમાં અહીંનો પૂજારી છે, તેણે લાવીને અહીં પધરાવી છે. આ આરસની મૂર્તિ ત્રિતીથીના પરિકરયુક્ત છે વચ્ચે મૂળ ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org