________________
ર૭૩
કેર-દીયાણા તે અખંડિત છે, આ મૂર્તિઓ લગભગ ૬૦ થી ૮૦ વર્ષમાં અહીં આવેલી છે, તેને હાલના લાખાજી નામના પૂજારીના પિતા રાજી મંદિર પડી જતાં ત્યાંથી ઉપાડીને અહીં લાવ્યા હતા. આ સભામંડપમાં રંગથી લખેલા, સં. ૧૮૩૪ના લેખથી જણાય છે કે – આ મંદિરની યાત્રાર્થે લેકે ગુજરાતથી પણ આવતા, ગુજરાત – મારવાડના શ્રાવકેએ મળીને ઉક્ત મંદિર અને માંડવાડાના મંદિરમાં, મહારાવ તખતસિંહજીના વિજયી રાજ્યમાં કેરના ઠાકર દીયા નાથજીના વખતમાં ચૂને– કલઈ કરાવી હતી.
અત્યારે લાખો રૂપિયાથી પણ ન બની શકે એવા. સુંદર મંદિરને કરુણ અંત, કાળ રાજાના હાથે કરાયેલ છે. મંદિરની આસપાસ કેટલાંક મકાને પડી ગયેલાં તથા તેના પાયાનાં એંધાણ હજુ ય અવશેષરૂપે જણાય છે. આ ઉપરથી પહેલાં અહીં વસ્તી હવાને નિર્ણય થાય છે.
આ મંદિરને લેકે “કાળા મંદિર” એ નામથી ઓળખે છે. શા કારણથી આવું નામ પડ્યું હશે તે કંઈ સમજાતું નથી. મહાદેવજીનું મંદિરઃ
ઉપર્યુક્ત મંદિરથી થોડે દૂર કેર ગામ તરફ મહાદેવજીનું મંદિર સાવ તૂટી ગયેલું પડ્યું છે. તેની પાસે એક વાવ હતી, તે પણ તૂટી ગયેલ છે. મહાદેવજીના મંદિર પાસે એક પાળિયા દેવડા મૂલસિંઘના પુત્રને છે. તેના પર સં૦ ૧૩૧૧ નો લેખ છે. ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org