________________
રકર
અબુદાચલ પ્રદક્ષિણા ઉપર્યુક્ત બે કાઉસગ્ગિય પ્રાચીન ભવ્ય અને રમણીય નવીન આકૃતિના છે. પ્રતિકૃતિ (ફેટ) ઉતારવા લાયક છે. પણ મારી સાથે એવું કંઈ પણ સાધન ન હતું. આ બંને કાઉસગ્ગિયાને કેરેશ્વરના પુત્ર દુર્લભ શ્રાવકે ભરાવ્યા છે. જમણા હાથ તરફના કાઉસગ્ગિયા પર પાંચફણું છે અને ડાબા હાથ તરફના કાઉસગ્ગિયા પર સાત ફણ છેબંનેની નીચે સં૦ ૧૧૩૦ના લેખે છે. કાઉસગ્ગિયાના ચરણ પાસે બંને તરફ ૨ ઈન્દ્રો, ૧ શ્રાવક અને ૧ શ્રાવિકા છે. તેના ઉપર બંને તરફ ત્રણ ત્રણ અર્ધ સર્ષ–મનુષ્પાકારની મૂર્તિઓ (ધરણેન્દ્રની મૂર્તિઓ) ભગવાનને હાથ જોડીને ઊભેલી કોતરાચેલી છે. તેના ઉપર બંને બાજુએ એક એક પુષ્પમાળધર છે.
- જમણી તરફના પરિકરની ગાદીમાં વચ્ચે દેવી અને તેની નીચે આડું ધર્મચક છે. ધર્મચકની બંને બાજુએ હરણ છે. દેવીની બંને બાજુએ એક એક હાથી અને સિંહ છે. ગાદીની બંને બાજુમાં યક્ષ-યક્ષિણીની ત્રણ મૂર્તિઓ છે; પણ તે ગાદીથી જુદી લાગે છે. ઉપર પંચતીથી યુક્ત પરિકર છે. કેવળ બે ઈન્દો નથી, બાકી બધું રિવાજ પ્રમાણે છે.
ડાબી તરફના પરિકરની ગાદીમાં વચ્ચે ઊભું ધર્મચકે, તેની નીચે બંને બાજુએ હરણ, દેવીની બંને બાજુએ એક શ્રાવક અને એક શ્રાવિકા હાથ જોડીને બેઠેલાં છે. વળી બંને બાજુએ એક એક સિંહ છે, તેની બંને બાજુએ એક એક અંબિકાદેવીની મૂર્તિ છે. બંને બાજુએ ભગવાનની એક એક નાની મૂર્તિ દેરીના આકારસહિત, પાછળથી બેસાડેલી હોવાથી જુદી કોતરેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org