________________
લાટાણા
“લાટાણા” નામનું ગામ આવેલુ છે. આ ગામ પીઉંડવાડા
તહેસીલમાં છે.
શ્રીઆદીશ્વર ભ॰ તુ મંદિર:
અહી ગામથી દૂર ૨ ક્ટંગ પર પહાડની ઓથમાં જરા ઊંચી ટેકરી પર શ્રીઆદીશ્વર ભગવાનનું પ્રાચીન મંદિર છે. મૂળનાયકજીનું બિંબ અતિરમણીય ભવ્ય અને પ્રાચીન છે. તે પંચતીથી ના પ્રાચીન પરિકરયુક્ત છે પણ લેખ નથી.
A
પરિકરની ગાદીમાં વચ્ચે ધર્મચક્ર અને તેની નીચેના ભાગમાં બંને બાજુએ એ હરણ છે. ધર્મચક્રની મને ખાજુએ એક એક હાથી અને એક એક સિંહ છે. કાઉસગ્ગિયા પછી હાથી તેમજ વાઘના અરધા ઊભા ચહેરા છે; અને પછી ચામરધર ઈન્દ્ર છે. પિરકરના ઉપરના ભાગમાં બેઠેલી ભગવાનની મૂર્તિ કાતરેલી છે. તે ખંડની અંદરની બાજુમાં પૂજા—સામગ્રી સાથે સ્ત્રી-પુરુષનું જોડલું છે. બહારની બાજુમાં સિંહ છે. બેઠેલ મૂર્ત્તિથી ઉપરના ભાગમાં પુષ્પમાળધર અને પછી એ સવારયુક્ત હાથી અને છત્ર વગેરે છે. એ જ પ્રમાણે બીજી બાજુમાં પણ છે.
મૂળગભારામાં ઉપર્યુક્ત મૂર્તિ ૧ છે. ગૂઢમંડપમાં સામે ઊભા એ કાઉગ્ગિયા અને પચતીથી ના પરિકરવાળી ભવ્ય મૂર્તિ ૧ છે તથા સામેની બાજુમાં સુંદર ખાલી પડેલુ એક પ્રાચીન પરિકર છે. તેમાંથી મૂર્તિને ઊઠાવી અન્યત્ર લઈ ગયા હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org