________________
નાણુ
૨૨
કરાવનાર શ્રાવક અને બીજી તરફ શ્રાવિકા હાથ જોડીને ચૈત્યવંદન કરતાં બેઠાં છે.'
આ મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, ગૂઢમંડપમાં મૂળ ગભારાને ફરતી ભમતી, નવચેકીએ, વિશાળ સભામંડપ, શૃંગારકી, ભમતીની અંદર દેરીઓ અને ગેખલા વગેરે યુક્ત છે. બધી દેરીઓ અને ગેખલાઓમાં જિનમૂર્તિઓ બિરાજમાન છે. ભમતીમાં જમણા હાથ તરફ વચ્ચે ચાર દ્વારવાળી એક દેરીમાં ચૌમુખજી બિરાજમાન છે. તેની પાસે મકરાણાની એક દેરી નવી થઈ છે, તે હજુ ય ખાલી છે. શિખર, ગુખ્ખજે, છત વગેરે યુક્ત આ મંદિર ઘણું જ વિશાળ અને ઊંચું છે. મંદિરની એક બાજુમાં વધારે જગ્યા છે અને બીજી બાજુમાં ઓછી છે, તેથી તે તરફની દેરીએ સાંકડી થઈ છે. તેને અરધા ભાગમાં તે કોટની દીવાલમાં માત્ર શેખલા જ કરીને કામ ચલાવી લેવું પડ્યું છે. - આ મંદિરની ભમતીમાં પાછળના ભાગમાં એક દરવાજે છે. ત્યાંથી બહાર જવાય છે. ત્યાં એક ઓરડી છે, જેમાં કેશર-સુખડ ઘસાય છે અને પૂજાનો સામાન તથા પૂજાનાં કપડાં વગેરે રાખવામાં આવે છે. ત્યાં જ મંદિરની બાજુમાં એક વિશાળ કંપાઉન્ડવાળી ખુલ્લી જગ્યા પંચની છે. તેમાં કૂવે છે અને ધર્મશાળા માટે નવું મકાન હાલમાં બનેલું છે. પંચેનું જમણ વગેરે અહીં જ થાય છે. આમાં થોડુંક જૂનું મકાન તથા ફૂલના છોડ પણ છે.
આ મંદિરની ભમતીની દેરીઓમાં મૂર્તિઓ સં. ૧૯૩૯ માં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. તે પહેલાં ત્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org