________________
જોરી
૨૪ એકતીથના પરિકરવાની મૂર્તિઓ ૮, વૃક્ષના પરિકરવાળી મૂર્તિઓ ૩, ત્રિતીથીના પરિકરવાળી ૨, પંચતીથીના પરિકરવાળી ૭ અને સરસ્વતી દેવીની મૂર્તિ ૧ છે. દેરીઓ ઉપર કુલ શિખર ૪૩ છે. મૂળ મંદિર ઉપર પણ શિખર છે.
સરસ્વતી દેવીના ગભારામાં એક દરવાજા ઉપર છકી. તથા મંડપો ઉપર ઘુમ્મટે છે. સરસ્વતીના ગભારામાં ધાતુની પંચતીથી ૩, ત્રિતીર્થી ૧૬, એકતીથી ૨૮, કાઉસગિયા ૧, અને અંબાજીની મૂર્તિ ૧ છે.
અહીંના મંદિરની ભમતીમાં જેટલી મૂર્તિઓ બિરાજમાન છે તે બધી આ જ મંદિરના ભેંયરામાંથી સં. ૧૯૩૨માં શ્રીદ્ધિસાગર યતિની વિદ્યમાનતામાં નીકળી હતી અને તે જ વખતે તેમની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, એમ પીંડવાડાના શ્રાવકથી ચિક્કસ અને ખાતરી ભરી હકીકત જાણવામાં આવી છે. સં. ૧૯૬ માં પણ બીજા ભેચરામાંથી બીજી ધાતુની મૂર્તિઓ નીકળી હતી. આ મૂર્તિઓને અપૂજ સ્થિતિમાં જ બહાર મૂકવામાં આવી હતી. પણ સં. ૧૯૭૭ થી તેની પૂજા કરવાનું શરૂ થયું છે. મંદિરમાં જીર્ણોદ્ધારની જરૂર છે. મૂત્તિઓ, પબાસણ, પરિકર વગેરેની સફાઈ તથા ચક્ષુ-ટલાં નવાં નંખવવાની ખાસ અગત્ય છે. - અહીં ૧ જૂની ધર્મશાળા છે પણ તે પડી ગયેલી હોવાથી ત્યાં જ નવી ધર્મશાળા બંધાવવાનું કામ શરૂ થયેલું છે. લગભગ પંદર ઓરડીઓ બંધાવવાનું કામ ચાલુ છે. પણ પૈસા વિના કામ અધૂરું મૂક્યું છે. આ ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org