________________
અબુદાચલ પ્રદક્ષિણ લાવીને પધરાવવામાં આવી છે. આ મંદિર સં. ૧૮૮૯ માં ઉંદિરાગ્રામમાં શ્રીમહાવીરસ્વામીની પ્રતિષ્ઠાયુક્ત પેરવાડજ્ઞાતીય શા. પૂંજા શ્રાવકે બંધાવ્યું છે. એ સંબંધી અહીંના ગૂઢમંડપના પાટપર લેખ ખોદેલે છે.
આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ અને ભમતીના કોટયુક્ત શિખરબંધી બનેલું છે. અહીંની દેખરેખ બામણવાડજીના કારખાના તરફથી રખાય છે. પૂજારીને પગાર અને પૂજાપો ત્યાંથી જ આવે છે. અહીં મૂળનાયકજી સહિત કુલ ૭ જિનબિંબે છે. મૂળ ના. સિવાયની બીજી મૂર્તિઓને સાફ કરાવવાની તથા ચક્ષુ વગેરે ઠીક કરાવવાની જરૂર છે. શામળાજીનું મંદિર:
જૈન મંદિરથી થોડે દૂર એક “શામળાજીનું વૈષ્ણવ મંદિર આવેલું છે. આ બે મંદિર સિવાય અત્યારે અહીં બીજું એક મણ મકાન નથી. પાણીની એક જૂની વાવડી હતી, તે અવાવર થઈ ગઈ છે, તેમાં પાણી નથી. કૂવે હતે તે બુરાઈ ગયે છે.
આ બંને મંદિરની આસપાસ ઈટોનાં ઘણાં રેડાં પડ્યાં છે, તેથી અહીં વસ્તી હશે, પણ પાછળથી કઈ કારણસર ગામ જરા નીચાણના ભાગમાં બે ફલાંગ દૂર વસ્યું છે. અહીં પહેલાં શ્રાવકની વસ્તી હશે. અત્યારે એક પણ ધ્રુર નથી. અન્યત્ર રહેવા ચાલ્યા ગયા હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org