________________
૧૮
અબુદાચલ પ્રદક્ષિણ જોઈએ. “કેટર” ગામના મંદિરના સં૦ ૧૨૦૮ના લેખમાં વિરપલીના પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેષ્ઠી શા. સહદેવે કરાવેલા પ્રાસાદમાં સં. ૧૪૬૫માં શ્રીવીરપ્રભસૂરિએ શ્રીવીર ભગવાનની સ્થાપના કરી.” આ ઉલ્લેખથી લગભગ બારમા સૈકામાં વીરવાડાનું નામ “વિરપલી” સંભવતઃ હશે. જે આ અનુમાન સાચું હોય તે આ ગામ તેથી યે પ્રાચીન હોવું જોઈએ. આ મંદિરની ભમતીમાં ડાબા હાથ તરફ રાયણનું એક મોટું ઝાડ છે. વીસલનગર અથવા વાસિયું ગામઃ
આ મંદિરની આસપાસ તરફ ઘણું રેડાં પડ્યાં છે. તેથી પહેલાં મંદિરની નજીકમાં જ વસ્તી હશે, એમ જણાય છે. મંદિરની સામે એક કૂવે છે ત્યાં, બગીચો હતો. લોકે કહે છે કે, અહીં પહેલાં ગામ હતું. તેનું નામ “વીસનગર” હતું. સં. ૧૪ ની આસપાસ શ્રીમેઘ રચિત તીવમાત્રામાં પણ વસલનગરનું સ્મરણ કર્યું છે, પણ તેને લેકે “વાસીયું” કહેતા હશે. અત્યારે પણ આ મંદિર કેમાં “વાસીયાનું મંદિર” એ નામથી ઓળખાય છે. વાસીયાના ઊઠેલા શ્રાવકે ગુજરાતમાં છે, તે પણ હજુ “વાસીયા” કહેવાય છે.
પરંતુ આ મંદિરના સં. ૧૪૧૦ ના લેખમાં આ મંદિરને “શ્રીવીરવાડા ગામે એમ બતાવ્યું છે. તેથી તે વખતે આ મંદિરની આસપાસની વસ્તી અને અત્યારની વસ્તી–બધું એક જ ગામ હશે; અને તે બધું વીરવાડાના નામથી ઓળ૧ “વિસલપુર વાલ્હી ઊંદરિ.”
પ્રાચીન તીર્થના સંગ્રહ પૃ. ૫૫ કડી. ૭૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org