________________
ભણવાડા.
૧૯૪
તા પણુ ઉપર આપેલાં પ્રમાણેાથી શ્રીવીર પ્રભુ આ ભૂમિમાં વિચર્યો છે એમ ચાક્કસ માની શકાય એમ છે. એટલે તી નાયક શ્રીમહાવીર ભગવાનનાં ચરણકમલેાથી સ્પર્શોચેલી આ ભૂમિ મહાપવિત્ર હાઈ આ ધામ - મહાતીર્થં તરીકે ગણાય તા તેમાં કાંઈ આશ્ચય જેવું નથી અને તેથી જ કેટલાક શિલાલેખોમાં આ તીર્થને મહાતી” લખેલુ છે. ટેકરી પરની દૂરી :
વીરવાડાના દરવાજા બહાર ડાબા હાથ તરફ જતાં પહાડ પર ચડવાના રસ્તા આવે છે. આશરે બે ફર્લાંગ ચડતાં ઉપરનાં ભાગમાં એક ઊંચા ચાતરા ઉપર ચારે તરફથી ખુટ્ટી ( છત્રી જેવી ) એક દેરી બનેલી છે, તેમાં વચ્ચે શ્રીમામણવાડજી ( મહાવીરસ્વામી ભગવાન )નાં પગલાં છે, તેની હમેશાં પૂજા થાય છે. પહાડી પ્રદેશમાં નીચાણુમાં આવેલા શ્રીખામણવાડજીના આ સ્થાનની નિશાની માટે ટેકરી ઉપર આ દેરી કરાવી હોય એમ લાગે છે.
ધર્મશાળા અને બીજા મકાના :
અગાઉ જણાવેલા ખીજા કંપાઉંડની પછી એક ત્રીજી કંપાઉંડ આવે છે, તેમાં પૂજારીઓ, નાકરા, સિપાહીએ વગેરેને રહેવા માટે આરડીઓ વગેરે મકાના છે. ડાબા હાથ તરફના એક હાલમાં પૂજા કરનારાઓને નહાવાનું તથા પૂજાનાં કપડાં પહેરવાનું રાખેલ છે. તે હાલની પાછળ એક ખારણું છે, ત્યાંથી બહાર જતાં એક માટી અને ઊંડી વાવ આવે છે, તેના ઉપર માટા અરટ ( પાણી કાઢવા માટે મારવાડના રેટ)નું મડાણુ છે. આ વાવમાં જમીનમાંથી પાણીની આવક નથી,
૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org