________________
૧૧. તેલપુર મદુઆજીથી ૩ માઈલ ઉત્તર પશ્ચિમમાં અને ખરાડીથી ઉત્તર પશ્ચિમમાં છા માઈલ દૂર “તેલપુર” નામનું ગામ આવેલું છે. આ ગામ પહાડની તળેટીમાં વસ્યું છે. છૂટાં છવાયાં થોડાં ઘરે છે. જો કે તે તેલપુરની હદનાં છે પણ હાલમાં તે જુદા જુદા નામે ઓળખાય છે.
દંતકથા છે કે આબૂ દેલવાડામાં લૂણવસહી નામનું મંદિર બંધાવનાર મહામંત્રી તેજપાલે આ ગામ પિતાના નામ ઉપરથી “તેજપુર” નામે વસાવ્યું હતું અને ત્યાં જેનમંદિર બંધાવી જેનેને પણ વસાવ્યા હતા. પાછળથી એ ગામનું નામ તેલપુર થયું લાગે છે. ઘણું તપાસ કરવા છતાં અહીં મંદિરનાં કોઈ અવશેષ. જેવામાં આવ્યાં નથી.
અહીંથી પહાડમાં ઉપર ચડતાં ૩ માઈલ પર ગૌતમાશ્રમે અને તેથી ઊંચે ચાર માઈલ પર વશિષ્ઠાશ્રમે જવાય છે. અહીંથી મગરામાં (પહાડમાં) થઈને હણાદ્રા ચાર માઈલ થાય છે.
૧૨. ગિરિવર
તેલપુરથી નૈત્ય ખૂણામાં ૪ માઈલ, મૂંગથલાથી પશ્ચિમમાં ૫ માઈલ અને ખરાડીથી પશ્ચિમમાં ૯ માઈલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org