________________
૭૨
અબુદાચલ પ્રદક્ષિણા મૂકવામાં આવ્યાં હોય એમ જણાય છે. અને તેની નીચેના ભાગમાં પગલાં જેડી ૯ ને એક પત્ર છે. તેના પર દેલા વિ. સં. ૧૭૭૧, ૧૭૭૧ અને ૧લ્પ૭ને ત્રણ લેખ છે. એ બધાં પગલાં મડાહડગચ્છીય શ્રીચકેશ્વરસૂરિસંતાનીય (પાછળથી ગૃહસ્થાશ્રમી–ઘરબારી થઈ ગયેલ) ગુરાં– મહાત્માઓનાં છે. તેની બંને બાજુએ સાદા પથ્થરમાં બનાવેલી આશરે ચાર ફૂટ ઊંચી ગૃહસ્થ–શ્રાવકની બે મૂર્તિઓ છે. તેમના હાથમાં કેશરની વાટકી અને બીજા હાથમાં ફળ અથવા કળશ છે. શરીર પર અંગરખુ અને ધેતિયાની નિશાની છે. ખભે દુપટ્ટો નાખેલે છે. તેના પર નામ કે લેખ નથી પણ તે બંને શ્રીમણિભદ્રની શ્રાવક અવસ્થાની મૂર્તિઓ હશે એમ ચોક્કસ જણાય છે. એ બંને મૂર્તિઓનું પેટ બહુ મેટું હોવાથી ગામના લેકે તેને મડાદેવી તરીકે માને છે. અહીં પ્રક્ષાલ-પૂજા કંઈ થતું નથી. હિંદુ લેકે કઈ કઈ વખત ફકત ગુલાલ ચડાવે છે.
અહીં બીજા દેવ—દેવી કે મનુષ્યની ૧૪ મૂર્તિઓ છે.
આ દેરાના બહારના ચિતરાના ડાબા ખૂણા ઉપર એક પથ્થરમાં સં. ૧૨૮૭નો લેખ છે. દેરાની બહાર આ ચોતરા પાસે પણ એક એવી જ મટી મૂર્તિ છે. તેમના ગળામાં ખેસ–દુપટ્ટો નાખેલે છે.
આ દેરું અહીંના મડાહડગચ્છના યતિઓએ શ્રીમણિભદ્ર અને તેમના સમુદાયના યતિ –આચાર્યોનાં પગલાં વગેરે માટે બંધાવેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org