________________
૧૨૨
અબુદાચલ પ્રદક્ષિણા અહીં શ્રાવકનું ઘર એકે નથી. શામળાજીનું મંદિર
આ મંદિરની સામે જ “શામળાજી”નું વૈષ્ણવ મંદિર પડી ગયેલું છે. તેનું શિખર તૂટેલી અવસ્થામાં હજુ યે. વિદ્યમાન છે.
અહીંથી બે ફફ્લેગ દૂર એક અરટ અને રાજ્યનું થાણું આવે છે.
૩૮. ઈસરા (ઈસરી) માઈલોગડથી પૂર્વમાં ૪ માઈલ અને હણાદ્રાથી ઈશાન ખૂણામાં ૧૨ માઈલ દૂર “ઈસરા” નામનું ગામ આવે છે. આ ગામ પામેરા તહેસીલમાં છે. ખાલી પડેલું જૈન મંદિર
ગામથી પશ્ચિમ તરફ ઝાંપામાં નાની મગરીની એથમાં. જરા ઊંચાણમાં જૈન મંદિર આવેલું છે. મંદિર ખાલી છે. તેને ઘણે ભાગ પડી ગયો છે. મૂળ ગભારે, છકી તથા. શિખર હજુ ઊભાં છે. મંદિર સફેદ પથ્થરનું પ્રાચીન જણાય છે. આસપાસના થોડાં બીજાં મકાનો પણ પડી ગયાં છે. સંભળાય છે કે આ મંદિર ૫૦-૬૦ વર્ષ પહેલાં તૂટ્યું હતું.
ગામ નીચેના ભાગમાં વસે છે. અહીં પહેલાં વાણિયાનાં ઘરે હોવાં જોઈએ. અત્યારે એક પણ શ્રાવકનું ઘર નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org