________________
૧૭ર :
અબુદાચલ પ્રદક્ષિણા પર લેખ નથી. પરિકરની ગાદી પર લેખ હતો પણ સાવ ઘસાઈ ગયું છે. બંને કાઉસગ્ગિયા નીચે સં. ૧૫૨૧ ને લેખ છે, પણ થોડા જ અક્ષરો છે, તે સિવાય મંદિર બન્યા સંબંધીનો કે બીજી હકીક્તને એક પણ લેખ નથી મળ્યો. કદાચ લેખે તે હશે પણ મૂળગભારામાં ગૂઢમંડપ અને સ્તંભ ઉપર પણ કલાઈ કરાવેલી હોવાથી તેમાં દબાઈ ગયા હશે, એમ લાગે છે.
આ મંદિર પહાડની જરા ઊંચાણવાળી જગ્યામાં એક નાની મગરીની ઓથમાં આવેલું છે. વળી મૂળ ગભારે, ગૂઢમંડપ અને ભમતીના કેટ્યુક્ત શિખરબંધી બનેલું છે. ગૂઢમંડપમાં ભેંયતળિયું, અને ભમતીમાં ભેંયતળિયા ઉપર ફરશ લગાવી, કોટ અને મંદિરના બહારના ભાગમાં ચૂનાની કલાઈ વગેરે કરાવવાની જરૂરત છે. આશરે બે હજાર રૂપિયા લગાવવામાં આવે તો મંદિરનો જીર્ણોદ્ધાર સારી રીતે થઈ જાય. મંદિરખાતાની કંઈ જ રકમ જમા નથી.
કાઉસગ્ગિયા ઉપરના લેખમાં “તેલપુર” નું નામ છે, તેથી આ મંદિર અને ગામ સં. ૧૫૨૧ કરતાં વધારે પ્રાચીન હેવું જોઈએ.
અહીં પહેલાં શ્રાવકની વસ્તી સારા પ્રમાણમાં હતી, પણ હાલમાં શ્રાવકનું એક ઘર નથી. કહેવાય છે કે સં૦ ૧૮૬૯માં આસપાસનાં ઘણાં ગામ ભાગ્યાં હતાં તેની સાથે જ આ ગામ ભાગ્યું હશે. વીરવાડા, સાણવાડા અને નાદિયા વગેરે ગામોમાં તેલપુરના શ્રાવકેનાં ઘરો છે અને કેટલાક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org