________________
સાતસેણુ . સં. ૧૨૪૪નો લેખ છે, તેમાં દેહુણ નામના શ્રાવકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની દેવકુલિકા કરાવ્યાને ઉલ્લેખ છે. તે પણ બીજા મંદિરને હોવો જોઈએ કેમકે એ દેવકુલિકાને પથ્થર છે. તે દેરીની બારશાખને બદલે અત્યારે છ ચોકીના સ્તંભ ઉપર પાટ (પાટડી) તરીકે લાગે છે. વળી આ મંદિરમાં ભમતી પહેલાં દેરી બની હોય તેમ લાગતું નથી. કારણ કે દેરી બની શકે તેટલી જગ્યા જ નથી. તેમજ આ પથ્થરને લગાવતી વખતે લેખની બંને લાઈનના છેડાના બબ્બે ચાર –ચાર અક્ષરે ઘડીને છોલી નાખ્યા છે. આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય એમ છે કે આ પથ્થર બીજા મંદિરમાંથી અહીં લાવવામાં આવ્યું છે. સંભવત: આ બધું ગામથી બે ફલોંગ દૂર જૂના સાતસેન ગામમાં એક જૈન મંદિર તૂટી ગયેલું પડ્યું છે તેમાંથી લાવીને લગાવ્યા હોવા જોઈએ. અને બીજે લેખ સં. ૧૭૨૧ ને છે.
ગૂઢમંડપમાંથી મૂળ ગભારામાં જવાના મુખ્ય દરવાજાની પાસે જ એક થાળામાં મહાદેવજીનું લિંગ છે. તેની પૂજા જૈન મંદિરને પૂજારી જ કરે છે. આ શિવલિંગને મરમ્મત કરાવતી વખતે બહાર ભમતીમાં એક જગ્યાએ મૂકાવ્યું હતું. મરમ્મતનું કામ પૂરું થઈ ગયા બાદ કેણે અને ક્યારે પાછું મૂળ ગભારા પાસે લાવીને મૂક્યું છે, તેની ખબર નથી.
આ મંદિરની દેખરેખ મડારવાળા રાખે છે અને ખરચની વ્યવસ્થા મડાર, પથાવાડા વગેરે પાંચ ગામવાળા તરફથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org