________________
ઠાકર
-
૧૦૧,
અહીં પિરવાડ શ્રાવકની રર ઘરે છે. ધર્મશાળા ૧ છે. બે ત્રણ પંચાયતી મકાને પણ છે.
અહીંથી સેલવાડા જતાં વચ્ચે ૧ માઈલ પર “સાપલ નામનું ગામ આવેલું છે. અહીં પિરવાડ શ્રાવકનાં ૨ ઘર છે. મંદિર કે ધર્મશાળા નથી.
૨૬. ડાક
લેરલથી પૂર્વ દિશામાં ૨ માઈલ અને હણુદ્રાથી મૈત્રત્ય ખૂણામાં ૩ માઈલ દૂર “ડાક” નામનું ગામ આવેલું છે. તે પામેરા તહેસીલમાં છે. જૈન મંદિર
અહીં એક જૈન મંદિર ખાલી પડયું છે. મૂળ ગભારે ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શૃંગાર ચોકી અને ભમતીના કેટ યુક્ત કારણભર્યું આ મંદિર મકરાણાનું બનેલું છે. મૂળ ગભારે, ગૂઢમંડપ અને નવચેક હજુ સુધી સાબૂત ઊભેલાં છે. બાકી શંગાર ચકી અને કેટ વગેરે પડી ગયાં છે. આ મંદિર પ૦૦-૭૦૦ વર્ષનું પ્રાચીન જણાય છે. મૂળ ગભારામાં મૂળ નાજીનું પરિકર હજુ લાગેલું છે. કદાચ તેની ગાદીમાં લેખ હશે. ત્યાં લાકડાં ભરેલાં હોવાથી તે તપાસી શકાયું નથી. જાગીરદારના વાંસડા ખાલી કરાવીને તપાસવાની જરૂર છે.
ગામ પ્રાચીન હોય તેમ લાગે છે. અહીં પહેલાં શ્રાવકેનાં ઘરે પણ હશે. અત્યારે તે બીજી વર્ણનાં લગભગ ૧૦-૭૫ ઘર છે. ધર્મશાળા વગેરે કંઈ જ નથી. ."
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org