________________
૧૧૪
અબુદાચલ પ્રદક્ષિણા સ્થાન તીર્થરૂપ હોવું જોઈએ; કેમકે યાત્રા કરવા આવનારે પિતાનું નામ તેમાં દાવેલું છે. લેખવાળે આ પથ્થર ઉપર જ પડ્યો છે. તેથી તે દેખવામાં આવી શકે છે. આ તે ક્ત યાત્રા કરનારને જ લેખ છે પણ દેરીઓ તથા મૂર્તિઓ કરાવનારના લેખે એ ઢગલામાં દબાઈ ગયા હશે. એ ઢગલાઓ શોધવાથી લેખ સામગ્રી મળી શકે એમ લાગે છે.
મંદિરના ભોંયતળિયા-ખુરશી સુધીને કેટલેક ભાગ, દરવાજાના ઉંબરા અને કેટની ભી તેને ડેાક ભાગ હજુયે ઊભે છે. દરવાજા ઉપરના એક મોટા પથ્થરમાં મંગળમૂત્તિ તરીકે શ્રી તીર્થકર ભગવાનની મૂર્તિ કેતરેલી છે. છકીનાં પગથિયાં અને ઉપરની જમીન હજી વિદ્યમાન છે. મંદિર નાનું પણ સુંદર હશે એમ જણાય છે.
તેની પાસે આવેલા “સેનાધારી મહાદેવના મંદિરના કેટને મુખ્ય દરવાજે છે તે ઉપર્યુક્ત જેન મંદિરમાંથી લાવીને લગાવેલ છે. દરવાજા માથેના ભારણ (ઉત્તરંગા)માં મંગલમૂર્તિ તરીકે શ્રીતીર્થકર દેવની મૂર્તિ કેરાયેલી દષ્ટિગોચર થાય છે. બે દરવાજાના પથ્થરે લઈને એક આખો દરવાજે બનાવેલો જણાય છે. આ મંદિરના કેટના ગેખલામાં ગર્દભના ચિહ્નવાળી સરઈ છે. તેના પર સં. ૧૧૦૪ ને લેખ છે. તેમાં વડલે, વાવ કે આ મંદિર સંબંધી ઉલ્લેખ હોવાનું માલમ પડે છે. અક્ષરે ઘણા ખરા ઘસાઈ ગયા છે. આ મંદિરની અંદરની સામેની એક દેરીના સ્તંભ પર સં ૧૨૩૨ નો લેખ છે. મંદિરની બહાર પડી ગયેલી એક વાવ તથા ઘણે જૂને એક વડલે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org