________________
૯૪
અબુદાચલ પ્રદક્ષિણુ અને પરલેકના ફળની ઈચ્છાવાળા મનુષ્ય વડે પૂજાય છે. તેમની જમણી બાજુએ તે પ્રાચીન પ્રતિમા મૂકવામાં આવી, જેને નમસ્કાર, ધ્વજા, પૂજા વગેરે (સૌથી) પ્રથમ કરવામાં આવે છે. જીર્ણ થવાથી આજે આ મૂર્તિ દાદા પાર્શ્વનાથના નામે કહેવાય છે. તેમની આગળ પ્રાય: મુંડનાદિ કરવામાં આવે છે. “ધાંધલના સંતાનમાં સીહડ નામે વળી ચૌદમે ગોષિક થયે” એવું ઐતિહાસિક વચન સ્થવિરેએ કહ્યું છે.
આ જીરાપલ્લીને પ્રબંધ જે મેં સાંભળે તે જ રચે છે, તેથી બહુશ્રત પુરુષ હૃદયમાં મધ્યસ્થભાવ ધારણ કરીને સાંભળે.
મહેશ્વર કવિએ રચેલા ચિમનોદ નામના કાવ્યમાં જણાવ્યું છે કે,
“માંડવગઢના રહેવાસી સેનગિરા શ્રીમાલવંશીય ઝંઝણશાહ, જેઓ પંદરમી સદીના ઉત્તરાર્ધમાં પાદશાહ આલમશાહના રાજ્યમાં અધિકારી હતા, તેમને ૧ ચાહડ, ૨ બાકડ, ૩ દેહડ, ૪ પવસિંહ, ૫ આલ્વરાજ અને ૬ પાહુ નામે છ પુત્રો હતા. તેમાંથી ચાહડે જીરાપલ્લી અને આબૂની યાત્રા કરતાં ઘણું દ્રવ્ય ખરચ્યું હતું. પાંચમા પુત્ર આલ્વરાજ સંઘવીએ જીરાપલ્લી મહાતીર્થમાં ઊંચા તોરણવાળ ને મેટા થાંભલાવાળે ચંદરવાના વસ્ત્રોથી વિભૂષિત મંડપ કરાવ્યો હતો. આ આલ્વરાજ નિરંતર દાન આપવાથી પૃથ્વીમાં પ્રસિદ્ધ થયો હતો અને છઠ્ઠા પુત્ર સંઘવી પાહૂએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org