________________
૧૫. ધવલી
દત્તાણુથી ઉત્તરમાં રા માઈલ અને ખરાડીથી વાયવ્ય ખૂણામાં ૧૫ માઈલ દૂર “ધવલી” નામનું ગામ આવેલું છે. આ ગામ હણાદ્રા તહેસીલમાં છે.
શ્રી મહાવીર સ્વામી ભવનું મંદિર :
અહીં શ્રી મહાવીર સ્વામી ભવનું મંદિર છે. મૂળ ના. શ્રીમહાવીરસ્વામી ભ૦ ના જમણા હાથ તરફ શ્રી શાંતિનાથજીની એક મૂર્તિ છે.' ડાબા હાથ તરફ એકતીથીનું પરિકર ખાલી લાગેલું છે, તેમાં મૂર્તિ નથી. તે પરિકરની ગાદી અલગ પડી છે. મૂળ ગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શંગાર ચેકી વગેરે છે. સં. ૧૯૬૧માં
ડાક ભાગમાં જીર્ણોદ્ધાર કરીને ધ્વજા દંડ-કલશ ચઢાવેલો. છે, છતાં કેટલેક સ્થળે મરમ્મત-જીર્ણોદ્ધાર કરાવવાની જરૂરત છે.
આ જૈન મંદિરમાંથી સં૧૧૩૯ ને લેખ મળ્યો છે. તેથી આ મંદિર તેના કરતાં પણ વધારે પ્રાચીન હવાને સંભવ છે.
આ ગામમાં એક નાની જૈન ધર્મશાળા ને શ્રાવકના ઘર ૨ તથા અગ્રવાલનું ઘર ૧ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org