________________
દત્તાણું
૫૯.
સિંહે યાત્રા રથમાં દ્રમ્મ (રૂપિયા) મૂક્યા; એમ ઉલ્લેખ્યું છે. આ લેખ ઉપરથી એમ જણાઈ આવે છે કે, એ સમયમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરને ગામના ઠાકરે પણ ઘણું જ માનભરી દષ્ટિથી જોતા હતા.
આ મંદિરથી થોડે દૂર ગામના ગંદરે ખુલ્લા મેદાનમાં લગભગ બે ફૂટ ઊંચી પ્રીતીર્થકરદેવની એક ખંડિત મૂર્તિ રખડતી પડી હતી. તેના બે હાથ અને મસ્તક ખંડિત થઈ ગયેલાં હતાં. આ મૂર્તિને હમણાં જ કેટલાંક વર્ષોથી દત્તાણુથી ઉત્તરમાં ૨ માઈલ દૂર આબૂની તળેટીમાં આવેલા ગામ ઘવલીના જૈનમંદિરમાં રાખવામાં આવી છે. આ મૂર્તિ ઉપર પ્રાચીન લિપિમાં વિ. સં. ૧૧૩ લેખ છે, તે હજુ સારી સ્થિતિમાં બચી જવા પામ્યું છે.
આ બધા લેખો ઉપરથી આ મંદિર બારમી શતાબ્દિ અથવા તે પહેલાં બન્યાનું પુરવાર થાય છે. માત્ર થોડા પૈસા લગાવવવાથી એક વિશાળ જૈન મંદિર કાળનું ભક્ષ્ય બનતાં ઉગરે એવું છે.
ગામ બહાર સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર પણ પ્રાચીન જણાય છે.
ગામની પ્રાચીનતા :
અંચલગચ્છીય શ્રીવીરચંદ્રસૂરીશ્વરજીના પટ્ટધર શિષ્ય શ્રી જયસંઘસૂરિજી સંવત્ ૧૧૪૧ માં ફરીને દંત્રાણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org