________________
અબુદાચલ પ્રદક્ષિણા પરિકર હતું. અત્યંત મોટા બે ઈંદ્રો પણ હતા. તેને જીદ્વાર વખતે તેડી ફેડી બહાર કાઢીને મંદિરની પાછળની ભમતીમાં મૂકેલા છે. ગૂઢમંડપમાં મોટા પરિકરયુક્ત ૪ કાઉસગ્ગિયા છે. તેમાંના મુખ્ય દરવાજા પાસેના કાઉસંગિયા ઉપર સં૦ ૧૩૧૪ના લેખો છે. તેમાં આરાસણ નગર–નેમિનાથ ચત્યની અંદર આ કાઉસગ્નિયા સ્થાપન 'કર્યાનું લખ્યું છે. બીજા બે કાઉસગ્નિયા પર સં. ૧૨૧૪ના. લેખે છે.
૧૭૦ જિનને એક સુંદર પટ છે. તેના પર સં ૧૩૧૦ને લેખ છે. પરિકરમાંથી છૂટા પડેલા ૪ કાઉસગિયા અને ૧ યક્ષની મૂર્તિ છે. કાઉસગ્ગિયા પાસે ભીંત યા સ્તંભમાં બે મૂર્તિઓ છે અને ૧ ધાતુની નાની પંચતીથી છે.
છ ચેકીને બદલે અહીં બે લાઈનમાં થઈને દસ ચૂિકી છે. તેમાં ડાબા હાથ તરફના ગેખલામાં નંદીશ્વર દ્વીપની સુંદર રચના છે. તેના ઉપર સં૦ ૧૩ર૩ને લેખ છે. તેની બાજુના એક રમણીય ખત્તકમાં ૧ કાઉસગિયા છે. તેના ઉપર એક જિનબિંબ છે. જમણા હાથ તરફની (છ ચિાકીમાં જ) એક દેરીમાં અંબાજી માતાની મોટી મૂર્તિ છે. છ ચોકીના ડાબા હાથ તરફના નકશીવાળા એક સ્તંભ ઉપર સં. ૧૩૧૦ને લેખ છે. તે સ્તંભ આરાસણના પિરવાડ શ્રાવકે શ્રીઅરિષ્ટનેમિ જિનમંદિરમાં આ એક સ્તંભ પોતાની શક્તિ મુજબ કરાવ્યો છે, એવી હકીક્ત છે. છ ચોકીમાં સન્મુખના બે ગેખલા ખાલી છે, તેમાં એકમાં ખાલી પરિકર છે. બાજુમાં ત્રણ ખાલી ગેખલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org