________________
અબુદાચલ પ્રદક્ષિણ મંદિરની બાંધણું એટલી સરસ છે કે બહાર ઊભા રહીને પણ શ્રીનેમિનાથ ભ૦નાં દર્શન કરી શકાય છે.
મંદિરને ફરતી હાથીવાર જેને “ગજસર' કહેવામાં આવે છે તે અને તે ઉપર નર-નારીનાં જોડલાં, જેને “નરસર કહેવાય છે તે છેતર્યા છે. વળી દેવ, દેવી, યક્ષ, યક્ષિણનાં મોટાં પૂતળાં ફરતાં બેસાડ્યાં છે. તેની વચમાં કેટલાંક કામશાસ્ત્રીય જોડલાં પણ છે.
આ બધાં મંદિરે ઉપર મહાસુદ ૫ ના દિવસે ધ્વજા ચડે છે, અને જમણ પણ થાય છે. ધર્મશાળા અને વહીવટી
અહીં સં. ૧૬૦માં શેઠ મનસુખભાઈ ભગુભાઈએ બંધાવેલી એક ધર્મશાળા છે. કારખાનાની પેઢી ઉપરની મેડી પણ ધર્મશાળા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ત્યાં ઉપર એક એારડીમાં મણિભદ્રવીરની સ્થાપના કરેલી છે. આ મકાન સં. ૧૯૭૮માં બન્યું છે. અહીં બીજાં કેઈનાં ઘર નથી. ગામ તદ્દન ઉજજડ છે.
આ તીર્થને વહીવટ સં. ૧૯૭૭ના ચિત્ર સુદિ ૧થી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક આવ્યો છે. તે પહેલાં દાંતાનું મહાજન વહીવટ કરતું હતું. મેળે ભરાતો નથી. પહેલાં આ નગર મેટું હશે એમ ત્યાં આસપાસ પડેલાં ખંડેરે, મકાનના પાયા અને જમીનમાંથી નીકળતી મોટી મોટી ઈંટે ઉપરથી માલૂમ પડે છે. ધર્મશાળાની આથમણી બાજુએ એક બાંધેલે કુંડ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org