________________
કુંભારિયા માંથી છૂટા પડી ગયેલા કાઉસગિયા ૩ અને અંબિકાની મૂર્તિ ૧ છે. મૂળ ગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શંગાર ચેકીએ, બંને તરફ થઈને ૨૪ દેરીઓ અને ૧ ગોખલો વગેરે છે. આખું મંદિર મકરાણ પથ્થરનું બનેલું છે. છ ચોકીઓમાં બંને બાજુના બે ગેખલા તથા તેમાંના એક ગોખલામાં આખું પરિકર, સ્તંભે સહિત તરણ વગેરે સુંદર કેરણીથી ભરેલાં છે. ગોખલાઓમાં પ્રતિમા નથી. એક ગોખલામાં ફક્ત પરિકરની ગાદી જ છે. ગૂઢમંડપ અને સભામંડપના ઘુમ્મટે, છ ચોકીને સન્મુખ ભાગ, છ ચોકી અને સભામંડપના ચાર સ્તંભે, એક તરણ, બંને તરફની વચ્ચેની એકેક દેરીના દરવાજા, સ્તંભે, ઘુમ્મટે, માથેનાં શિખરે અને પ્રત્યેક ગુગ્ગજેમાં સુંદર કેરણું છે. મંદિરમાં ઉત્તર દરવાજાથી પ્રવેશ કરતાં જમણા હાથ તરફ મકરાણાના નકશીદાર બે સ્તંભ ઉપર મનહર તોરણ ગોઠવેલું છે. તે તંભે અને ઉપરનું તારણ બીજી જગ્યાએથી લાવીને અહીં લગાવ્યું હોય તેમ જણાય છે. તેમાંના એક સ્તંભ ઉપર સં૦ ૧૧૮૧ને લેખ છે. બે દેરીમાં ખાલી પબાસણ છે. પરિકર નથી. બે દેરીમાં અધૂરાં પરિકર છે. બે દેરીઓમાં નકશીદાર સ્તંભેયુક્ત સુંદર તેરણે લાગેલાં છે. બીજી દેરીઓમાં પરિકર અને પબાસણ છે. એક ગેખલામાં પબાસણ અને પરિકરની ગાદી છે. દેરીઓમાંની પરિકરની ગાદી ઉપર ઘણે ભાગે તેરમી શતાબ્દિના મધ્યભાગના લેખો છે. સં. ૧૨૫૯ ના લેખમાં “આરાસણમાં મંડલિક પરમાર ધારાવર્ષદેવનું વિજયી રાજ્ય” એમ લખેલું છે. છેલ્લા ગેખલાના પબાસણની ગાદી ઉપર સં૦ ૧૧૬૧ ને લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org